ચંદીગઢ,તા.૨૦
અમૃતસર પાસે શુક્રવારે સાંજે રેલવે ટ્રેક પાસે રાવણના પુતળા દહન દરમિયાન ટ્રેનની અડફેટે આવતા ૬૦ લોકોના મોત થયા છે. આ ઘટનાના ત્રણ કલાક પછી પણ જલંધર-અમૃતસર રુટ ઉપર રેલવે સેવા સંપૂર્ણ પણે અસરગ્રસ્ત રહી હતી. રેલવેના એક અધિકારીએ કહ્યું કે, કેટલીક ટ્રેનોનો રૂટ બદલવામાં આવ્યો છે જ્યારે કેટલીક ટ્રેનનોને જલંધર પાસે રોકવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ૧૨૪૬૦ અમૃતસર-નવી દિલ્હી, ૧૪૬૮૧ નવી દિલ્હીથી જલંધર, ૧૨૦૫૪ અમૃતસર-હરિદ્ધાવર, ૧૨૦૫૩ હરિદ્વાર-અમૃતસર, ૭૪૬૪૨ અમૃતસર-જલંધર સિટી પેસેન્જર,૭૪૬૪૪ અમૃતસર- જલંધર સિટી પેસેન્જર, ૭૪૬૭૫ અમૃતસર-પઠાણકોટસિટી પેસેન્જર અને ૭૪૫૭૨ પઠાણકોટ-અમૃતસર સિટી પેસેન્જર આ ટ્રેનો રદ કરવામાં આવી છે.
તો બીજી તરફ કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. જેમાં ૧૨૯૦૪ અમૃતસર-ગોલ્ડન ટેમ્પલ મેલ, ૧૪૬૩૨ અમૃતસર-દહેરાનદૂન, ૧૨૭૫૧ નાંદેડ-અમૃતસર એક્સપ્રેસ, ૧૨૪૮૩ કોચુવેલી-અમૃતસર એક્સપ્રેસ, ૧૨૪૫૯ નવી દિલ્હી-અમૃતસર ઇન્ટરસિટી એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
જ્યારે કેટલીક ટ્રેનોનો શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. જેમાં ૧૨૦૧૩ નવી દિલ્હી-અમૃતસર શતાબ્દી એક્સપ્રેસ (જલંધર સિટીમાં), ૧૨૯૨૫ બાન્દ્રા ટર્મિનસ-અમૃતસર પશ્વિમ એક્સપ્રેસ (માનાવાલામાં), ૧૨૨૦૩ સહરસા અમૃતસર ગરીબ રથ એક્સપ્રેસ (લુધિયાનામાં), ૧૪૬૭૩ જયનગર-અમૃતસર (લાઢોવલમાં), ૧૮૨૩૭ બિલાસાપુર-અમૃતસર છત્તીસગઢ એક્સપ્રેસ (લુધિયાણામાં), ૧૫૨૧૧ દરભંગા અમૃતસર જન નાયક એક્સપ્રેસ (અબાલામાં)નો સમાવેશ થાય છે.
આની સાથે અનેક ગાડીઓ શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવી છે જેમાં ૧૨૨૪૨ અમૃતસર-ચંડીગઢ સુપરફાસ્ટ (જલંધર સિટી), ૧૫૨૧૦ અમૃતસર-સહરસા જનસેવા એક્સપ્રેસ (અંબાલાથી), ૧૨૦૪૧ અમૃતસર નવી દિલ્હી શતાબ્દી એક્સપ્રેસ (જલંધર સિટી), અમૃતસર બિલાસપુર છત્તીસગઢ એક્સપ્રેસ (અંબાલાથી ) અને ૧૨૯૦૪ અમૃતસર-બાન્દ્રા ટર્મિન્સ ગોલ્ડેન ટેમ્પલ મેલ (અંબાલા)નો સમાવેશ થયો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




