ગોંડલની સીમમાંથી ૧૪ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

0
5

ગોંડલ,તા.૨૭
રાજકોટ એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર જે.એમ.ચાવડા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે ગોંડલ તાલુકાના ભુણાવા ગામની સીમમાં આવેલ હાર્દિકસિંહ ગીરીરાજસિંહ જાડેજાની વાડીએથી વિજયભાઇ ભીખાભાઇ જાદવ રહે- ગોંડલ વાળાનો વિદેશી દારૂ ના જથ્થા સાથે ભરતભાઇ ભીખાભાઇ જાદવ રહે- ગોંડલ, મહાકાળીનગર, સહજાનંદનગર વાળાને વિદેશી દારૂ ની બોટલ નંગ- ૨૫૪૪ કિં.રૂ. ૧૨,૮૫,૨૦૦/- તથા અન્ય મુદામાલ સાથે મળી કુલ મુદ્દામાલ કિંમત. રૂ. ૧૪,૩૬,૨૦૦/- સાથે પકડી પાડી ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ ડી.વાય.એસ.પી દિનેશસિંહ ચૌહાણ દ્વારા શહેરમાં બે જુગારના દરોડા કરવામાં આવ્યા હતા. જેમાં સીટી પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી જ્યારે એલસીબી દ્વારા વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે ત્યારે તાલુકા પોલીસના પેટ્રોલિંગ પર પ્રશ્નો ઉદભવી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY