મરાઠી નાટક અભિનય સમ્રાટમાંથી નાના પાટેકરની હકાલપટ્ટી..!!

0
39

મુંબઈ,તા.૨૦
છેલ્લાં પાંત્રીસ ચાલીસ વર્ષથી એકધારા ચાલી રહેલા સુપરહિટ મરાઠી નાટક અભિનય સમ્રાટમાંથી નાના પાટેકરની હકાલપટ્ટી કરાઇ હોવાની જાણકારી મળી હતી.
અગાઉ આ રોલ નાના પાટેકર જ કરતો હતો અને એ માટે એને બેસ્ટ એક્ટરનો એવોર્ડ સુદ્ધાં મળ્યો હતો. પરંતુ અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર જાતીય કનડગતના આક્ષેપ મુકિયા બાદ પરિસ્થિતિ બદલાઇ ગઇ હતી અને નાનાને પડતો મૂકીને મોહન જાશીને આ રોલ માટે પસંદ કરવામાં આવ્યો હતો.
મરાઠી ભાષાના ટોચના કવિ નાટયકાર કુસુમાગ્રજ (સાચું નામ વી વી શિરવાડકર)ના આ નાટકમાં છેલ્લા ત્રણેક દાયકામાં ઘણા અભિનેતા બદલાયા હતા. મૂળ આ રોલ વરસો સુધી ડાક્ટર શ્રીરામ લાગુએ કર્યો હતો. ત્યારબાદ વારાફરતી બીજા કલાકારોએ આ રોલ કર્યો. છેલ્લા થોડા સમયથી નાના પાટેકર આ રોલ કરતો હતો. એના અભિનયના પગલે આ નાટક સતત સુપરહિટ અને હાઉસફૂલ જતું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY