પશ્ચિમ બંગાળમાં કિશોર કુમારની પ્રતિમા સ્થપાશે

0
33

મુંબઈ,તા.૨૦
લેજંડરી પાર્શ્વગાયક કિશોર કુમાર અને એવાજ લેજંડરી સંગીતકાર એસડી બર્મનની પ્રતિમા કોલકાતામાં સ્થાપવાની યોજના આ બંનેની ફેન ક્લબે કરી હોવાની માહિતી મળી હતી.
સોમવારે ૨૨ ઓક્ટોબરે કિશોર કુમારના પાર્શ્વગાયક પુત્ર અમિત કુમારના હસ્તે કિશોર કુમાર અને એસ ડી બર્મનની પ્રતિમાનું અનાવરણ થશે એવી જાણકારી ફેન ક્લબના મહામંત્રી સુદીપ્ત ચંદ્રે આપી હતી.
કોલકાતાના મેયર આ પ્રસંગે હાજરી રહેવાના છે. અત્યાર અગાઉ ફેન ક્લબે કોલકાતાના દક્ષિણિ એવેન્યુ-કીટાલા રોડ જંક્શ પર સંગીતકાર આર ડી બર્મનની પ્રતિમા સ્થાપિત કરી હતી.
સુદીપ્તે પત્રકારોને કહ્યું હતું કે એક સમયે એસ ડી બર્મન કોલકાતાના સાઉથ એન્ડ પાર્કના ઢકુરિયા વિસ્તારમાં રહેતા હતા. આર ડી બર્મનની પ્રતિમાની બરાબર સામે આ બંને કલાકારો કિશોર કુમાર અને એસ ડી બર્મનની પ્રતિમાઓ સ્થાપિત કરાશે. કિશોર કુમારે પહેલાં લગ્ન કોલકાતાની ગુહા ઠાકુરતા સાથે કર્યા હતા. એ રીતે કિશોર કુમાર પણ કોલકાતા સાથે જાડાયેલા ગણાય એટલે એમની પણ પ્રતિમા સ્થાપિત કરાઇ રહી છે એમ ચંદ્રે વધુમાં કહ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY