હૈદરાબાદ,તા.૨૧
તંલાગણા વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આ દરમિયાન હૈદ્રાબાદના ઐતિહાસિક ચારમીનારથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છૈંસ્ૈંસ્ના વડા ઓવૈસીને તેમના ગઢમાં જ ઘેરી લીધા. રાહુલ ગાંધીએ ઓવૈસીની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા અને એમની વિચારધારાને નફરત યુક્ત ગણાવી. તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે આક્રમક પ્રચારની જમીન તૈયાર કરતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ઓવૈસી ભાજપની ‘નફરતની વિચારધાર’નો ફેલાવો કરે છે.
રાહુલે વધુમાં ઉમેર્યું કે, ઓવૈસી ભાજપની નફરત અને ભાગલા પાડવાની વિચારધારાના ભાગીદાર છે. બંને પાર્ટીના વિચાર એક સમાન છે. કોંગ્રેસ અધ્યક્ષના અસદુદ્દીન ઓવૈસી પર આ સૌપ્રથમ સીધો અને તેજાબી હુમલો છે. આ ઉપરાંત ચારમીનારની સભામાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર પણ હુમલો કર્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત વડાપ્રધાન અને એમના અનુયાયી નફરત ફેલાવવા અન દેશના ભાગલા પાડવામાં લાગી પડ્યા છે.
સમગ્ર દેશમાં દલિત, આદિવાસી, મુસલમાન, મહિલાઓ અને અન્ય કમજાર વર્ગના લોકો નફરતની આ વિચારધારાથી ભયભીત છે. રાહુલે કહ્યું કે, આ દેશ કોઈ એક ધર્મ કે જાતિ કે ક્ષેત્રનો નથી. આ તમામ લોકોનો દેશ છે. દેશનું બંધારણ દરેક ભારતીયને શાંતિપૂર્વક રહેવાનો અધિકાર આપે છે. તેમણે એમ પણ કહ્યું કે, ભાજપ, ટીઆરએસ અને ઓવૈસીની પાર્ટીની મિલીભગત છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






