સુરતની નવરંગ એકેડમીની શેરી ગરબા સ્પર્ધામાં નવસારીનું મંડળ વિજેતા જાહેર શેરી ગરબા પ્રતિયોગિતામાં રામલાલા યુવક મંડળ બીજા ક્રમે વિજેતા

0
12

વલસાડ, તા.૨૪
નવરાત્રિના અંતિમ તબક્કામાં શેરી ગરબા સ્પર્ધાના મનભાવન મહોલ વચ્ચે સુરતની નવરંગ એકેડમી સંસ્થાએ આઠ દિવસ ચાલેલી દક્ષિણ ગુજરાત શેરી ગરબા સ્પર્ધાના પરિણામે ગરબા ખેલૈયાઅોમાં ગજબનું કુતુહલ પેદા કયુ* છે. નવરાત્રિની શરૂઆતથી જ ભરૂચ, અંકલેશ્વર, વલસાડ, વાપી, નવસારી અને બીલીમોરા મળી વિવિધ ૧૨૬ સંસ્થાઅો વચ્ચે શેરી ગરબા સ્પર્ધા યોજાઇ હતી. જેમાં નવસારીનો પ્રથમ બહેનોનો ગરબો, બીજા ક્રમે રામલાલા યુવક મંડળ, વલસાડ અને ત્રીજા ક્રમે રામજી ટેકરા અને હનુમાનભાગડા મહિલા મંડળના બહેનોનો ગરબો વિજેતા થયો હતો. યુવા મંડળના ગરબાની વિશેષતા એ હતી કે, તે મુખ્ત, મધુર અને બુલંદ કંઠે ગવાયો હતો અને ૧પ ખેલૈયો દ્વારા ઝીલાયો હતો. નવતર પ્રયોગમાં સતિષભાઇ દેસાઇ દ્વારા કાન-ટોપી ઉપર લખાયેલા પ્રયોગાત્મક ગરબો હતો. ‘કાનજીએ કાંકરી ઉછાળી કે અરર ફુટી ગઇ, હૈયાની હાટી . .. .’ જેવા શબ્દો સથે પ્રક્ષકો પણ ઝુમી ઉઠ્યા હતા.
અ અગાઉ ઉડાન સંસ્થા અનાવિલ સમાજ, વલસાડ અને બૃહદ અનાવિલ સમાજ નવસારીમાં પણ વલસાડ-પારડીના અનાવિલોએ ગરબાની રમઝટમાં તરખાટ મચાવી પ્રથમ ક્રમે વિજેતા પદ પ્રાપ્ત કયુ* હતું. ગરબાના ગાયક જય દિલીપભાઇ દેસાઇ પણ અનેક રીતે પુરસ્કાર મેળવ્યા છે. ચાલુ ગરબે ભાર્ગવ દેસાઇની જયજયકારથી ગરબો વિશેષ પ્રભાવિત બન્યો હતો અને ઝડપી તાલમાં પ્રવેશેલા ગરબાના ગાયકો ત્રણ નવ યુવાનો જિગર, મનીષ, હર્ષ અને પાર્થ દેસાઇ ગરબાને ચરમસીમા ઉપર લઇ જવામાં સફળ થયા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY