રાજ્યભરના તલાટીઅોની અચોક્કસ મુદ્દતની હડતાલમાં સુરતના તલાટીઅો જોડાયા

0
156

સુરત, તા. ૨૨
વિવિધ પડતર પ્રશ્નો અને માગો ન સંતોષાતા આજથી સમગ્ર રાજ્યના તલાટીઅો હડતાળ પર ઉતરી ગયા હોવાથી ગ્રામ પંચાયતની સેવાઅો અને કામકાજ ઠપ થશે આ .પરાંત ભાજપ સરકારની એકતા યાત્રા પર પણ આની અસર પડી શકે છે.
શહેરના પનાસ વિસ્તારમાં તલાટીઅો એકત્રિત થઈ હડતાળ ઉપર ઉતર્યા છે. સુરત સહિત સમગ્ર રાજ્યના ૧૧ હજાર તલાટીઅો આજથી અચોક્કસï મુદ્દતની હડતાળ શરૂ કરી છે. તલાટીઅોની માગ છે કે ગ્રેડ પે સુધારવા, અગાઉના પરિપત્રની શરત નં. ૪,૫,૬ રદ કરવી, રેવેન્યુ કામગીરી ન કરવા, નવી ભરતી થઈ તેમ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવી, વિસ્તરણ અધિકારીની જગ્યા તલાટી કમ મંત્રીના પ્રમોશનથી જ ભવી. ઉપરોકત પ્રશ્નો અંગે રાજ્ય સરકારને વારંવાર ફરિયાદો કરવામાં આવી છતાં પણ હજુ સુધી કોઈ ઉકેલ ન આવતા છેવટે તલાટીઅો દ્વાર રાજ્યવ્યાપી હડતાળ શરૂ કરી છે. તલાટીઅોની હડતાળની સીધી અસર ગ્રામ પંચાયતની સેવાઅો અને કામકાજ ઉપર પડશે આ .પરાંત ભાજપ સરકારની એકતા યાત્રા દરમિયાન પણ તલાટીઅોએ અળગા રહેવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર જ્યાં સુધી ઉકેલ ન લાવે ત્યાં સુધી તલાટીઅોની હડતાળ ચાલુ રેશે. તલાટીઅોની હડતાળના પગલે ગ્રામ પંચાયતોને તાળા મારવાની ફરજ પડશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY