સુરત,તા.૨૨
સુરતનાં લિંબાયત વિસ્તારમાં વધુ એક વખત લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. મોડી રાત્રે કેટલાંક અસામાજિક તત્વોએ રીતસરનો આતંક મચાવ્યો હતો. જેમાં એક સોસાયટીમાં ઘુસી આવેલાં આ તત્વોએ સ્થાનિક લોકોને માર મારી કહેર વર્તાવ્યો હતો. જેમાં કેટલાંક લોકોને ઈજા પહોંચી હતી.
સુરતનાં લિંબાયત વિસ્તારમાં લુખ્ખા તત્વોને જાણે પોલીસનો ડર નથી રહ્યો. ખુલ્લે આમ ફરી રહેલા આવારા તત્વો લોકોને પરેશાન કરી રહ્યા છે. જેમાં એક સોસાયટીમાં રાત્રિનાં સમયે ઘુસી આવેલા ૨૦ જેટલાં તત્વોએ તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. જ્યાં સોસાયટીમાં બેઠેલા લોકો ઉપર હુમલો કર્યો હતો. જેના પગલે સોસાયટીનાં લોકોમાં ભયનો માહોલ જાવા મળ્યો હતો. આવા તત્વો સામે લોકોમાં ભારે આક્રોશ જાવા મળ્યો હતો. અને પોલીસ ઉપર પણ લોકોએ માછલાં ધોયા હતા. અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા હુમલામાં લોકોને ઈજા પણ પહોંચી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





