હિન્દી ફિલ્મોમાં નવેસરથી તૈયારી કરવી પડશે : રિદ્ધિ સેન

0
3

મુંબઈ,તા.૧૦
અગાઉ પોતાની બંગાળી ફિલ્મ માટે નેશનલ એવોર્ડ જીતી ચૂકેલા અભિનેતા રિદ્ધિ સેને કહ્યું હતું કે મારે હિન્દી ફિલ્મોમાં પગ જમાવવા માટે નેશનલ એવોર્ડ ભૂલીને નવેસર તૈયારી કરવી પડશે.
તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં એણે પોતાની શુક્રવારે રજૂ થવા જઇ રહેલી ફિલ્મ હેલિકોપ્ટર ઇલા વિશે વાતો કરી હતી. એણે કહ્યું કે પંદરેક વર્ષ પહેલાં મેં કાજાલના જે ઇન્ટરવ્યૂ વાંચેલા એવીજ એ આજે પણ રહી છે. એનામાં જરાય પરિવર્તન આવ્યું નથી. મારે એના પુત્રનો રોલ કરવાનો હતો એટલે શરૃમાં અમે ઔપચારિક વાતો કરતા હતા. ધીમે ધીમે અમારી વચ્ચે એવી આત્મીયતા સ્થપાઇ ગઇ કે એકવાર કેમેરા ચાલુ થાય ત્યારે અમે સગ્ગાં માતા પુત્ર હોઇએ એવું આપોઆપ સર્જાઇ જતું. એમની સાથે કામ કરવામાં મને અનેરો આનંદ આવ્યો હતો.
એણે વધુમાં કહ્યું કે મારે બોલિવૂડમાં લાંબો સમય ટકી રહેવું હોય તો બંગાળી ફિલ્મ માટે મેળવેલો નેશનલ એવોર્ડ ભૂલી જવો પઢશે અને નવેસર કામ કરવાની તૈયારી રાખવી પડશે.
એણે કહ્યું કે મેં તો કદી હિન્દી ફિલ્મો કરવાની કલ્પના સુદ્ધાં કરી નહોતી. આ તો પાર્ચ્ડ ફિલ્મ જાયા બાદ ભૂમિના સર્જકોએ મારો સંપર્ક સાધ્યો અને ત્યારબાદ હેલિકોપ્ટર ઇલા કરવાની આૅફર આવી. આ પ્રક્રિયાને હું એક પ્રકારનું ચેન રિયેક્શન કહું છું. બધું આપોઆપ સર્જાતું રહ્યું. બાકી હું બંગાળી ફિલ્મો સાથેજ સંકળાયેલો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY