ન્યુ દિલ્હી,તા.૨૨
વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ વનડેમાં ૧૪૦ રન ફટકાર્યા હતા. તેણે આ સદી ફટકારવાની સાથે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આ સાથે તે વિશ્વનો માત્ર પાંચમો બેટ્સમેન બની ગયો છે, જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૬૦થી વધુ સદી ફટકારી છે. ૨૯ વર્ષના વિરાટે વનડે ક્રિકેટમાં ૩૬ અને ટેસ્ટમાં ૨૪ સદી ફટકારી છે. ટી૨૦ મેચોમાં તેના નામે ૧૮ અડધી સદી નોંધાયેલી છે.
ઈંન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલામાં ચાર ક્રિકેટર સચિન તેંડુલકર (૧૦૦), રિકી પોન્ટિંગ (૭૧), કુમાર સાંગાકારા (૬૩) અને જેક કાલિસ (૬૨) જ વિરાટ કરતા આગળ છે. પરંતુ વિરાટ કોહલીએ ઓછી ઉંમરમાં આ ચારેય બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે. વિરાટની ઉંમર અત્યારે ૨૯ વર્ષની છે. જ્યારે સચિન, પોન્ટિંગ, સાંગાકારા અને કાલિસે જ્યારે કેરિયરની ૬૦ સદી ફટકારી ત્યારે તેમની ઉંમર ૩૨થી વધુ હતી.
વિરાટ કોહલીની ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કુલ એવરેજ ૫૫.૯૬ છે. વિરાટ સિવાય વિશ્વનો એકપણ ખેલાડી તેવો નથી, જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૩૦ સદી ફટકારી હોય અને તેની એવરેજ ૫૦ની હોય. વિરાટથી વધુ સદી ફટકારનાર ચાર બેટ્સમેનોની એવરેજ ૫૦થી ઓછી છે. ત્રણેય ફોર્મેટમાં સચિનની એવરેજ ૪૮.૫૨ છે. પોન્ટિંગની ૪૫.૯૫, સાંગાકારાની ૪૬.૭૭, કાલિસની ૪૯.૧૦ની એવરેજથી રન બનાવ્યા છે.
વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ વનડેમાં સદી ફટકારી હતી. આ તેના કેરિયરની ૩૬મી સદી છે. વિરાટે ૨૦૪ ઈનિંગમાં ૩૬મી સદી ફટકારી હતી. જ્યારે સૌથી વધુ સદી ફટકારનાર સચિને ૩૬ સદી બનાવવા માટે ૩૧૧ ઈનિંગ રમી હતી.
વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે ૧૪મી સદી ફટકારી છે. આ સાથે તેણે એબી ડિવિલિયર્સને પાછળ છોડી દીધો હતો. એબીએ કેપ્ટન તરીકે ૧૦૩ મેચમાં ૧૩ સદી ફટકારી હતી. આ મામલામાં વિશ્વ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગના નામે છે. પોન્ટિંગ કેપ્ટન તરીકે ૨૨ સદી ફટકારી છે. પોન્ટિંગ આ માટે ૨૩૦ વનડે મેચ રમી હતી. જ્યારે કોહલીએ હજુ ૫૩ મેચમાં આગેવાની કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



