આનંદો! દેશમાં ચાર વર્ષમાં કરોડપતિઓમાં ૬૦ ટકાનો વધારો

0
167

 

ન્યુ દિલ્હી,તા.૨૨
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેકિસસ (CBDT)નાં આંકડાઓ મુજબ, છેલ્લા ચાર વર્ષમાં એક કરોડથી વધુની વાર્ષિક આવક ધરાવતા ટેક્સપેયરો (કર ધારકો)ની સંખ્યામાં ૬૦ ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા ચાર વર્ષમાં ૧.૪૦ લાખ એવા લોકો નોંધાયા છે કે જેમની વાર્ષિક આવક એક કરોડથી વધારે છે.
દેશનાં કરમાળખાની વિગતો રાખતા આ તંત્ર દ્વારા કરધારકોની આવકના વિશ્લેષણ વિશેની વિગતો બહાર પાડવામાં આવી છે.
સીબીડીટીનાં અહેવાલ મુજબ, જે લોકો-જેમાં કોર્પોરેટ સંસ્થાઓ, પરિવારોની વાર્ષિક આવક એક કરોડથી વધારે તેમની સંખ્યામાં નોંધપાત્ર વધારો જાવા મળ્યો છે. ૨૦૧૪-૧૫ નાણાકીય વર્ષ દરમિયાન ૮૮,૬૪૯ લોકોએ જાહેર કર્યુ હતું કે, તેમની વાર્ષિક આવક એક કરોડથી વધારે છે. જ્યારે ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષમાં આ આંકડો ૧.૪૦ લાખ પર પહોંચ્યો. એટલે કે, હાલ ૧.૪૦ લાખ લોકો એક કરોડથી વધું વાર્ષિક આવક ધરાવે છે. આ વધારો ૬૦ ટકા કહી શકાય.
સરકાર દ્વારા એવું પણ જાહેર કરવામાં આવ્યું છે કે, વ્યકિતગત ધોરણે એક કરોડથી વધુની આવક ધરાવતા લોકોની સંખ્યા પણ આ વર્ષો દરમિયાન વધી છે.
સીબીડીટીનાં ચેરમેન સુશીલ ચંન્દ્રાએ જણાવ્યું કે, આમ થવા પાછળ ઘણા બધા કારણો છે. જેમાં સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાઓ જેવાં કે, કાયદાકીય પગલા, માહિતીનો સમાવેશ થાય છે.
આ સિવાય, દર વર્ષે ઇન્કમટેક્સ રિટર્ન ભરતા લોકોની સંખ્યામાં ૮- ટકાનો વધારો નોંધાયો છે. ૨૦૧૩-૧૪ના નાણાકીય વર્ષમાં ૩.૭૯ કરોડ લોકો ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હતા જે આંકડો વધીને હવે ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષમાં ૬.૮૫ કરોડ પર પહોંચ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY