ન્યુ દિલ્હી,તા.૨૨
સુપ્રીમ કોર્ટે પણ મી ટુ કેમ્પેઈન હેઠળ લાગેલા આરોપો મામલે દાખલ કરાયેલ યાચિકા પર ત્વરિત સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. સોમવારે એક વકીલે સુપ્રીમ કોર્ટમાં મી ટુ કેસો અંગે યાચિકા દાખલ કરીને એ માંગ કરી હતી કે રાષ્ટ્રીય મહિલા આયોગને એ વાતના નિર્દેશ આપવામાં આવે કે આનાથી જાડાયેલા કેસો જાતે તપાસી આયોગ પીડિતાઓની મદદ માટે આગળ આવે. સુપ્રીમ કોર્ટે યાચિકાકર્તાની આ માંગ ફગાવી દીધી છે.
સીજેઆઈ રંજન ગોગોઈ અને જસ્ટીસ એસ કે કોલવાળી બે સભ્યોની ખંડપીઠે વકીલ એમ એલ શર્માને જણાવ્યુ કે આ યાચિકા પર તત્કાળ સુનાવણી નહિ થાય. કોર્ટે કહ્યું કે યાચિકા નિયમિત ક્રમમાં સુનાવણમી માટે લિસ્ટેડ કરવામાં આવશે. આ યાચિકાં એ પણ માંગ કરવામાં આવી હતી કે જે મહિલાઓએ ખુલીને પોતાની વાત કહી છે તેમને સુરક્ષા આપવા માટે રાષ્ટ્રીય મહિલા આયોગને નિર્દેશ આપવામાં આવે.
તનુશ્રી દત્તા દ્વારા નાના પાટેકર પર આરોગ લગાવ્યા બાદ પણ મી ટુ અભિયાને જાર પકડ્યુ અને ઘણી મહિલાઓએ પોતાને સાથે થયેલ યૌન શોષણની ઘટનનાઓને સોશિયલ મીડિયામાં શેર કર્યા. વિકાસ બહેલ, સાજિદ ખાન, નાના પાટેકર જેવા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજા ઉપરાંત એમ જે અકબર અને વિનોદ દુઆ જેવા મોટા નામ પણ સામે આવ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






