વિધાનસભાની ચૂંટણી નજીક આવતા સટોડીયાઓ સક્રિય બન્યા

0
8

ભોપાલ,તા.૨૭
જેમ જેમ ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સટોડીયાએ પણ સક્રિય થઈ ગયા છે. મધ્ય પ્રદેશ, છત્તિસગઢ અને રાજસ્થાનમાં કોની સરકાર બનશે તેને લઈને માર્કેટમાં શટ્ટા લેવાનું શરૂ થઈ ગયું છે. સટોડિયાઓના મતે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ફરી વાર કેસરીયો લહેરાઈ શકે છે જયારે રાજસ્થાનમાં કોંગ્રેસ પાછી સત્તામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, તમામ પાર્ટીઓ આગામી વિધાનસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પસંદગીને લઈને માથાકુટ કરી રહી છે. બીજી બાજુ સટ્ટાબાજા પણ એટલા જ સક્રીય થઈ ગયાં છે. જા સટ્ટા બજારના ટ્રેંડની વાત કરવામાં આવે તો મધ્ય પ્રદેશ અને છત્તિસગઢ માટે ભાજપના ભાવ સંકેત આપી રહ્યાં છે કે, તમામ મુશ્કેલીઓ છતાંયે પાર્ટી અહીં કમબેક કરી શકે છે.
સટોટિયાઓ પ્રમાણે, જા કોઈ વ્યક્તિ ભાજપ પર ૧૦ હજાર રૂપિયા લગાવે અને પાર્ટી ફરીથી સત્તામાં આવે તો તેને ૧૧ હજાર રૂપિયા મળશે. પરંતુ કોંગ્રેસ પર ૪,૪૦૦ રૂપિયા લગાવવામાં આવે અને તે સત્તામાં પરત ફરે તો તેના પર ૧૦ હજાર રૂપિયા પાછા મળે.
આમ મતલબ સ્પષ્ટ છે કે, કોંગ્રેસ પર સટ્ટો લગાવનારાઓને વધારે ફાયદો મળી શકે છે પરંતુ સટોડીયાઓને લાગી રહ્યું છે કે, વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું કમબેક મુશ્કેલ લાગી રહ્યું છે. ભાજપ પર સટ્ટો લગાડનારાઓને નફો ઓછો મળી રહ્યો છે કારણ કે સટોડિયાઓનું માનવું છે કે, લોકો ભાજપ પર જ વધારે સટ્ટા લગાવશે.
એક સટોડિયાએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, અમને આશા છે કે ભાજપ મધ્ય પ્રદેશમાં સત્તા ટકાવી રાખવામાં સફળ રહેશે. ભાજપ છત્તિસગઢમાં પણ જીત મળવી શકે છે જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસનું પલડું ભારે છે. ટિકીટની ફાળવણી બાદ સટ્ટા બજારના ભાવમાં ફેરફાર જાવા મળી શકે છે. પરંતુ આ ટ્રેંડ બદલાય તેની શક્્યતા ખુબ જ ઓછી લાગી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY