વર્તમાન સરકાર માટે આ ચુકાદો રાહત સમાન,દિનકર જૂથને લાગ્યો આંચકો પલાનીસ્વામીને મદ્રાસ હાઈકોર્ટે આપી મોટી રાહત, ૧૮ બાગી ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા

0
142

ચેન્નાઈ,તા.૨૫
તમિલનાડુના રાજકારણને લઈને મદ્રાસ હાઈકોર્ટમાં આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ એમ. સત્યાનારાયણે એઆઈએડીએમકેના બળવાખોર ૧૮ ધારાસભ્યોને ગરેલાયક ઠેરવવાના મદ્રાસ વિધાનસભાના સ્પીકરના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. એક વર્ષ અગાઉ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસમાં કોર્ટે સવારે સાડા દસ વાગ્યે ચુકાદો જાહેર કર્યો હતો. તમિલનાડુના એઆઈએડીએમકેના ૧૮ ધારાસભ્યોને કોર્ટે ગેરલાયક ઠેરવતા રાજ્યના રાજકારણમાં ભારે ઉથલપાથલ મચવાના એંધાણ જાવા મળી રહ્યા છે. આ સાથે જ વર્તમાન સરકાર માટે આ ચુકાદો રાહત સમાન છે. ટીટીવી દિનકરન જૂથને આ ચુકાદાધી જારદાર આંચકો લાગ્યો છે.
તમિલનાડુના વિધાનસભાના અધ્યક્ષ ધનપાલે આ ૧૮ ધારાસભ્યોને ગત વર્ષે સપ્ટેમ્બરમાં ગેરલાયક ઠેરવ્યા હતા. અધ્યક્ષની કાર્યવાહી વિરુદ્ધ આ ધારાસભ્યોએ સપ્ટેમ્બર ૨૦૧૭માં હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ આ કેસમાં અનેક ટ્વિસ્ટ આવ્યા હતા આ કેસને લઈને આજે સૌની મિટ હાઈકોર્ટ પર મંડાયેલી હતી.
તમિલનાડુના રાજાકરણમાં બળવાખોર ધારાસભ્યોના ચુકાદા બાદ આંકડાકીય ખેલ મહત્વનો બની ગયો છે. જા કોર્ટે સ્પીકરના નિર્ણયને ખોટો ઠેરવતો ચુકાદો આપ્યો હોત તો એઆઈડીએમકેની મુશ્કેલીમાં વધારો થઈ શકત. રાજ્યની વર્તમાન ઈ પલાનીસામી સરકારને હાઈકોર્ટના આ નિર્ણયથી મોટી રાહત મળી છે. ૨૩૪ બેઠકો સાથેની તમિલનાડુ વિધાનસભામાં સ્પીકરના સમર્થનમાં હજુ ૧૧૦ ધારાસભ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY