ન્યુ દિલ્હી,તા.૨૫
રજા પર ઉતારી દેવાયેલા સીબીઆઈના ચીફ અલોક વર્માના ઘર બહાર ગુરુવારે સવારે હોબાળો મચી ગયો હતો. તેમના ઘર બહારથી ચાર શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ધરપકડ કરવામાં આવેલી બંને વ્યક્તિઓ તેમના ઘરની આસપાસ શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યા હતા, તેમજ ઘરમાં જાસૂસી કરવાના ઇરાદથી ડોકિંયા કરી રહ્યા હતા. આઈબીના ચાર કર્મચારીઓને પૂછપરછ બાદ છોડી દેવામાં આવ્યા છે.
ચારેય વ્યક્તિઓને અલોક વર્માના સુરક્ષા ગાર્ડે ધરની અંદર જ અટકાવ્યાં હતા અને તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાદમાં પોલીસને બોલાવવામાં આવી હતી. હાલ પોલીસ બંને લોકોની પૂછપરછ કરી રહી છે.
અનધિકૃત સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે લોકોની અટકાયત કરવામાં આવી છે તે બંને ઇન્ટેલિજન્સ બ્યૂરોના માણસો છે અને બંને વર્માના ઘર પર નજર રાખી રહ્યા હતા. નોંધનીય છે કે વર્માને બુધવારે ફરજિયાત રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ એમ નાગેશ્વર રાવને હંગામી ચીફ બનાવવામાં આવ્યા છે. આ કેસમાં ડેપ્યૂટી ચીફ રાકેશ અસ્થાનાને પણ ફરજિયાત રજા પર મોકલી દેવામાં આવ્યા છે.
ચારેય લોકો ૨-અકબર રોડ ખાતે આવેલા અલોક વર્માના ઘરની બહાર એક કારમાં બેઠા હતા. આ વિસ્તાર હાઇસિક્યોરીટી ઝોનમાં આવે છે. સવારે પોણા આઠ વાગ્યાની આસપાસ તેમને પકડી દેવામાં આવ્યા હતા.
CBIની સામે આવેલાં લાંચ કાંડ પછી ઝ્રફઝ્રની ભલામણ પર સરકારે આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને થોડો સમય માટે રજા પર મોકલી દીધાં છે. આલોક વર્માએ સરકારના આ નિર્ણય પર સવાલ ઉઠાવતાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેના પર શુક્રવારે સુનાવણી થશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




