નિરવ મોદીની અત્યાર સુધી ૪૭૪૪ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરાઇ પીએનબી કૌભાંડઃ ઇડીએ હોંગકોંગમાં નીરવની ૨૫૫ કરોડની સંપત્તિ જપ્ત કરી

0
5

ન્યુ દિલ્હી,તા.૨૫
પંજાબ નેશનલ બેન્કમાં ૧૪ હજાર કરોડનો કૌભાંડના આરોપી નિરવ મોદી સામે ઈડીએ કડક કાર્યવાહી કરતા ગાળીયો કસ્યો છે. આ કાર્યવાહી હેઠળ નિરવ મોદીની હોંગકોંગ સહિતની કેટલીક સંપત્તિ અને વસ્તુઓ જપ્ત કરાઇ છે, જેની કુલ કિમત ૩૪.૯૭ મિલિયન ડોલર એટલે ૨૫૫ કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, નિરવ મોદીએ તેના મામા મેહુલ ચોક્સી સાથે મળીને ૧૪ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. આ ઘટના સામે આવે તે પહેલા જ બન્ને પરિવાર સહિત દેશ છોડીને ફરાર થઇ ગયા હતા. મેહુલ હાલ એન્ટિગુઆમાં છે અને નિરવ મોદીનો હજુ સુધી કોઇ પત્તો નથી લાગ્યો. મની લોન્ડરિંગ હેઠળ સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરવા માટે કોર્ટનો ઓર્ડર ટૂંકમાં હોંગકોંગને મોકલવામાં આવશે.
અત્યાર સુધી નિરવ મોદીની ૪૭૪૪ કરોડ રૂપિયાની સંપત્તિ અને વસ્તુઓ જપ્ત કરાઇ છે. અગાઉ અલગ-અલગ જગ્યાઓથી તેની લગભગ ૬૩૭ કરોડની સંપત્તિ જપ્ત કરાઇ હતી. જેમાં ન્યૂ યોર્ક અને લંડનની સંપત્તિ, હીરા અને વિવિધ આભૂષણો, વિદેશી ખાતામાં જમા રકમ અને મુબઇની સંપત્તિ પણ સામેલ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY