રાજકોટમાં ત્રણ સ્વાઈન ફ્લૂના કેસ નોંધાયા,૧૭ વર્ષના તરુણનું મોત

0
34

રાજકોટ,તા.૨૫
રાજકોટમાં આજે સ્વાઈન ફ્લૂના ત્રણ નવા કેસ સામે આવ્યા છે જે પૈકી જૂનાગઢના માળિયાના ૬૦ વર્ષના વૃધ્ધ છે તેમજ મોરબીનો ૧૩ વર્ષનો દિવ્યાંગ તરૂણ અને રાજકોટ શહેરનો ૧૭ વર્ષનો સગીર છે. આ બંને જિલ્લાઓમાં આ સિઝનમાં સૌથી નાની ઉંમરના દર્દીઓ છે. જા કે આજે સવારે ૧૩ વર્ષના સગીરનુ સ્વાઇન ફ્લૂને લઇ મૃત્યુ થયું હતું. રાજકોટમાં પીપળિયા હોલ પાસેના વિસ્તારમાં રહેતો ૧૭ વર્ષનો તરુણ જસદણ અભ્યાસ કરે છે. તે નવરાત્રીની રજામાં રાજકોટ ઘરે આવ્યો હતો. નવરાત્રી દરમિયાન ગરબા રમવા અને જાવા ગયો હતો ત્યારબાદ બે દિવસ પહેલા તેને સખત કફ અને શરદી થઇ હતી. પ્રાથમિક સારવારથી ફરક ન પડતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં આજે તેને સ્વાઈન ફ્લૂ હોવાનું સાબિત થયું છે.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, તે રાજકોટમાં આ સિઝનમાં સૌથી નાની ઉંમરનો દર્દી છે. હાલ તો તે જે વિસ્તારમાં રહે છે ત્યાંના ૧૦૦ ઘરોમાં ટેમીફ્લૂ આપી દેવાઈ છે. જેથી ચેપ ન ફેલાય અને આરોગ્ય વિભાગને પણ રિપોર્ટ કરાયો છે. જેથી તે જસદણની જે શાળામાં અભ્યાસ કરે છે ત્યાં પ્રિવેન્ટિવ ચેકઅપ કરી શકાય. તરૂણ રાજકોટમાં ચેપગ્રસ્ત થયો કે જસદણથી જ ચેપ લઇને આવ્યો હતો તે હજુ સ્પષ્ટ થયું નથી. હાલ તેની તબિયત સારી હોવાનું તબીબો જણાવી રહ્યા છે. બીજી તરફ મોરબીમાં ગાંધી ચોક વિસ્તારમાં રહેતા ૧૩ વર્ષના તરૂણનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેની સારવાર રાજકોટ ચાલી રહી હતી તેનું સારવારમાં મોત નીપજ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY