લખનઉ,તા.૨૫
અયોધ્યામાં રામમંદિર બનાવવાની ચર્ચાએ જાર પકડ્યું છે. આ દરમિયાન અયોધ્યામાં વિવાદિત સ્થળે મસ્જિદ નિર્માણની વાત કરીને ભાજપના એમએલસી બુક્કલ નવાબે નવો વિવાદ પેદા કરી દીધો છે. પાટનગર લખનૌમાં અલ્પસંખ્યક મોરચાના એક કાર્યક્રમ દરમિયાન બુક્કલ નવાબે આ વિવાદન નિવેદન કરતાં કાર્યક્રમમાં હંગામો પેદા થઈ ગયો હતો. જેના કારણે નારાજ કાર્યકર્તાઓએ ભાજપના એમએલસી તરત મંચ પર હટાવી દીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ આખા હંગામા દરમિયાન કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી પણ ઘટનાસ્થળે હાજર હતા. આ કાર્યક્રમમાં નકવીએ મોદી સરકારની યોજનાના વખાણ કર્યા હતા.
આ તરફ, બુક્કલ નવાબે હવે આ મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, મારી વાત લોકો સમજી શક્ય નહીં અને કારણ વગર મુદ્દો બનાવી દીધો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર આ કાર્યક્રમમાં મંચ પરથી નવાબે અયોધ્યામાં વિવાદિત સ્થળની વાત શરુ કરી અને અચાનક ત્યાં મસ્જિદ બનાવવાની તરફેણ કરવા માંડ્યા. આને કારણે ભાજપના કાર્યકરોએ બુક્કલ નવાબ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






