કાર્તિક આર્યને ફિલ્મ લવ રંજન માટે ગોડફાધરને ના પાડી

0
12

મુંબઈ,તા.૨૫
અભિનેતા કાર્તિક આર્યને પોતાને મોટી તક આપનારા અને ગાડફાધર બની રહેલા ફિલ્મ સર્જક લવ રંજન સાથે બીજી ફિલ્મ કરવાની ના પાડી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. આ તો બોલિવૂડ છે ભાઇ. મળતી માહિતી મુજબ કાર્તિકે લવ રંજન પાસે પોતાની હાલની માર્કેટ પ્રાઇઝ ત્રણ કરોડ રૃપિયા મહેનતાણા તરીકે માગ્યા હતા. આ ફિલ્મમાં કાર્તિકે અજય દેવગણ સાથે ચમકવાનું હતું.
હવે કાર્તિકના સ્થાને લવ રંજને રણબીર કપૂરને લીધો હતો. અત્યાર અગાઉ અજય દેવગણ અને રણબીર કપૂરે પ્રકાશ ઝાની રાજનીતિ ફિલ્મ ૨૦૧૦માં કરી હતી.
આ વાતની ટ્રેજેડી એ છે કે કાર્તિકને પહેલી તક જ લવ રંજને આપી હતી. કાર્તિક એ ઉપકાર ભૂલી ગયો છે અને અજય દેવગણવાળી ફિલ્મ ઉપરાંત બીજી એક ફિલ્મ માટે લવ રંજને કાર્તિકને કહ્યું ત્યારે પણ એણે લવ રંજનને ના પાડી દીધી હતી અને કૃતÎનતા દેખાડી હતી. લવ રંજને આ અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે જુઓ આ પેઢીના કલાકારોને. એને પહેલી તકજ મેં આપી હતી. હવે એ પોતાને બહુ મોટો સ્ટાર સમજતો થઇ ગયો છે. એ પોતાને પહેલી તક આપનારના ઉપકારને ભૂલી ગયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY