
સિતારમાહીની,તા.૨૬
કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ બે દિવસ પહેલા કેરળમાં આવેલા સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં મંદિર પ્રવેશ મામલે એક નિવેદન આપ્યું હતું કે, મહિલાઓને પ્રાર્થના કરવાનો હક્ક છે પણ પુજા કરવાના સ્થળને દુષિત કરવાનો નહીં.
સ્મૃતિ ઇરાનીના આ નિવેદનને લઇને વિવાદ થયો હતો અને બિહારમાં સિતારમાહીની કોર્ટમાં સ્મૃતિ ઇરાની સામે એક વ્યક્તિએ કેસ દાખલ કર્યો છે. આ ફરિયાદ સિતારમાહમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં એડવોકેટ ઠાકુર ચંદન સિંઘ દ્વારા કરવામાં આવી છે.
આ પહેલા સપ્ટેમ્બર ૨૮નાં રોજ સુપ્રિમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદા આપ્યો હતો અને મહિલાઓ માટે સબરીમાલા મંદિરના દ્વાર ખોલ્યા હતા. જા કે, રુઢુચુસ્ત લોકોએ આનો વિરોધ કર્યો છે અને સુપ્રિમ કોર્ટનાં આ ચુકાદા સામે ઠેર-ઠેર વિરોધ કરી રહ્યાં છે. એટલું જ નહીં પણ જે મહિલાઓ સબરીમાલા મંદિરમાં દર્શને જવાનો પ્રયાસ કરે છે તેમને રસ્તામાં જ રોકવામાં આવે છે. ઘણી મહિલાઓ પર હુમલાઓ પણ કરવામાં આવ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





