ન્યુ દિલ્હી,તા.૨૬
કર્મચારી પ્રોવિડન્ટ ફંડ(EPF) યોજના અંતર્ગત સપ્ટેમ્બર ૨૦૧૭થી ઓગસ્ટ ૨૦૧૮ સુધીમાં જ ૧.૪૫ કરોડ નવા શેરધારકો જાડાયા છે. સરકારે સંગઠિત ક્ષેત્રોમાં રોજગારના આંકડાઓ એક દિવસ પહેલા જ જાહેર કર્યા હતા. સ્ટેટેસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલયે એપ્રીલ ૨૦૧૮માં સંગઠિત ક્ષેત્રમાં રોજગાર આંકડાઓ જાહેર કર્યા હતા. મંત્રાલયએ શેરધારકોની જાણકારી આપી હતી, કે જે લોકો ત્રણ મોટી યોજનાઓ કર્મચારી કર્મચારી પ્રોવિડન્ટ ફંડ (EPFO), કર્મચારી રાજ્ય વીમાં યોજના(ESIC) અને રાષ્ટ્રીય પેન્શન યોજના(NPS)નો લાભ લીધો અથવા તેની સાથે જાડાયા હોય.
આંકડાઓ અનુસાર ઇપીએફ સાથે જાડાણ કરવનાર નવા શેરધારકોની સંખ્યા સપ્ટેમ્બર ૨૦૧૭થી ઓગસ્ટ ૨૦૧૮ની વચ્ચે ૧,૪૫,૬૩,૮૬૪ રહ્યા હતા. જે અનુસાર આશરે ૯૧ લાખ કર્મચારી ભવિષ્ય નિધિ યોજનાના દાયરથી બહાર થયા હતા. પરંતુ અપીએફઓના દાયરાથી બહાર થનારા આશરે ૧૮.૫૫ લાખ શેરઘારકો ફરીથી આ અવધિ દરમિયાન યોગદાન આપવાનું શરૂ કર્યું છે.
મંત્રાલય અનુસાર સપ્ટેમ્બર ૨૦૧૭થી ઓગસ્ટ ૨૦૧૮ની વચ્ચે એનપીએસ અનુસાર જાડાણ કરનારા શેરધારકોની સંખ્યા ૬,૮૯,૩૮૫ રહી હતી. સરકાર માસિક આધાર પર ઇએલઆઇલી શેરધારકોની સંખ્યા જાહેર કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






