બીસીસીઆઈના સીઇઓ પર સંકટના વાદળો વધુ ઘેરાં બન્યા, સસ્પેન્શનની માંગ

0
35

ન્યુ દિલ્હી,તા.૨૬
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (બીસીસીઆઇ)ના સીઇઓ રાહુલ જાહરી યૌન ઉત્પીડનના આરોપના મામલામાં મુશ્કેલીમાં ફસાતા જઇ રહ્યા છે. તેના વિરુદ્ધ બોર્ડના સાત રાજ્ય ક્રિકેટ સંઘોએ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિ (સીઓએ)ને ઇ-મેઇલ કરી કાર્યવાહી કરવા માટે કહ્યું છે.
મળતી માહિતી મુજબ તમિલનાડુ સિવાય ગુજરાત, ગોવા, હરિયાણા, સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટકે અલગ-અલગ ઇ-મેઇલ કરી જાહરીની તપાસ અને સસ્પેન્શનની માંગ કરી છે. જણાવી દઇએ કે એક અજ્ઞાત મહિલા પત્રકાર દ્વારા યૌન શોષણ બાદ રાહુલ જાહરીને રજા પર મોકલી દેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે એક મહિલા પત્રકારે બીસીસીઆઇના સીઇઓ રાહુલ જાહરી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. જાહરી ૨૦૧૬થી સીઇઓના પદ પર કાર્યરત છે. મહિલાએ જાહરી પર આરોપ લગાવ્યો કે મારી રાહુલ જાહરીથી નોકરીને લઇને મુલાકાત થઇ હતી. અમે બન્ને એક કોફી શોપમાં મળ્યા હતા અને ત્યારે તે નોકરીના બદલામાં મારાથી કઇક બીજુ ઇચ્છતા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY