આઇઆઇટી રામમાં રેગિગની ઘટનાને પગલે ૨૬ વિદ્યાર્થીઓ સસ્પેન્ડ

0
11

અમદાવાદ,તા.૨૬
ફ્રેશર્સ પાર્ટીને રેગિંગની ઘટનામાં ખપાવીને વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓએ કર્યો છે. આઇઆઇટી રામમાં રેગિગની ઘટનાને લઇને સત્તાધીશોએ ૨૬ વિદ્યાર્થીઓને એક સેમેસ્ટરથી લઇને એક વર્ષ સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.
આઇઆઇટી રામમાં બીજા વર્ષના વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ઉઠક બેઠક કરાવવાના મામલે કોલેજા કોઈપણ પ્રકારની ફરિયાદ વિના જ રેગીંગનો કેસ ગણી ૧૬ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં ૨૪ વિદ્યાર્થીઓ અને બે વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી વાલીઓ ૩ દિવસથી કોલેજમાં ધક્કા ખાય છે. પરંતુ કોલેજ મેનેજમેન્ટ કોઈ જવાબ આપતું નથી. વાલીઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ કોઈ રેગીંગ કર્યું નથી.
કોલેજે ફ્રેશર્સ પાર્ટીના સીસીટીવીના આધારે કોલેજે પગલાં લીધા હતા. જા કે કોઈ વિદ્યાર્થીએ કોલેજ કે યુજીસીમાં રેગીંગ થયાની ફરિયાદ કરી નથી. આ મામલે કોલેજા યુજીસી, રાજ્ય સરકાર કે પોલીસને પણ કોઈપણ પ્રકારની જાણ કે ફરિયાદ કરી નથી. કોલેજના સત્તાધીશો સમગ્ર ઘટનાને વિદ્યાર્થીઓની ગેરવર્તણૂંક જણાવી રહ્યાં છે. કોલેજના સત્તાધીશો સ્પષ્ટ કહેવા તૈયાર નથી કે વિદ્યાર્થીઓનું રેગીંગ થયું છે કોલેજ માત્ર ગેરવર્તણૂંક ગણાવે છે. રેગીંગ થયું છે તો કેટલા વિદ્યાર્થીઓ સાથે રેગીંગ થયું તેનો ખ્યાલ પણ કોલેજના સત્તાધીશોને નથી.
આ સમગ્ર મામલે જુનિયર વિદ્યાર્થીઓ પણ સિનિયર સ્ટુડન્ટની વ્હારે આવ્યા હતા. જુનિયર વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતુ કે, ફ્રેશર્સ પાર્ટીના ઓડિશન રાખવામા આવ્યા હતા. પરંતુ તેમાં એક પણ વિદ્યાર્થી દ્વારા તેમનુ રેગિગ કરવામાં આવ્યુ નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY