‘બધાઈ હો’એ માત્ર ૭ દિવસમાં ‘રેડ’-‘પેડમેન’નો રેકોર્ડ તોડ્યો

0
12

મુંબઈ,તા.૨૬
આયુષ્યમાન ખુરાના અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ ‘બધાઈ હો’એ બાક્સ આૅફિસ પર ધૂમ મચાવી દીધી છે. રીલીઝનાં પહેલા દિવસે જ આ ફિલ્મે રેકોર્ડ બનાવી દીધો હતો. ૭ નવેમ્બર પહેલા સિનેમાઘરોમાં કોઇ જ મોટી ફિલ્મ રીલીઝ નથી થઈ રહી, આવામાં અનુમાન છે કે આવાનારા દિવસોમાં પણ ‘બધાઈ હો’ બાક્સ આૅફિસ પર શાનદાર કમાણી કરશે.
દશેરાનાં દિવસે રીલીઝ થયેલી ‘બધાઈ હો’ ફિલ્મને ૭ દિવસ થઈ ગયા છે. ફક્ત ૭ દિવસમાં જ તેણે ‘રેડ’, ‘પેડમેન’ અને ‘સત્યમેવ જયતે’નો રેકોર્ડ તોડી દીધો હતો. એટલું જ નહીં જા દિલ્લી, યૂપી અને પૂર્વીય પંજાબનાં કલેક્શનની વાત કરીએ તો ‘બધાઈ હો’ પાંચમાં નંબરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ‘બધાઈ હો’ પહેલા ‘સંજૂ’, ‘પદ્માવત’, ‘રેસ-૩’ અને ‘બાગી-૨’ છે.
ફિલ્મનાં કલેક્શનની વાત કરીએ તો ૭ દિવસમાં ‘બધાઈ હો’ ફિલ્મે ૬૦.૭૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ વર્ષે રીલીઝ થયેલી ફિલ્મોને જાઇએ તો નાના બજેટની ફિલ્મોમાં ‘સ્ત્રી’, ‘સત્યમેવ જયતે’, ‘રાઝી’ અને ‘વીરે દી વેડિંગ’ પોતાના બજેટ કરતા વધારે કમાણીમાં સફળ રહી છે.
પહેલા અઠવાડીયાની કમાણીની વાત કરીએ તો ‘સંજૂ’એ ૭ દિવસમાં ૨૦૦ કરોડ, ‘પદ્માવત’એ ૧૪૨ કરોડ, ‘રેસ-૩’એ ૧૩૯ કરોડ, ‘બાગી-૨’એ ૧૧૦ કરોડ, ‘ગાલ્ડે’ ૭૪ કરોડ, ‘સુઈ ધાગા’એ ૬૧ કરોડ, ‘બધાઈ હો’એ ૬૦.૭૫ કરોડ, ‘રેડ’એ ૫૯.૮૬ કરોડ, ‘પેડમેન’એ ૫૯.૭૪ કરોડ અને ‘સત્યમેવ જયતે’એ ૫૯.૩૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY