સુરત, તા. ૨૭
સલાબતપુરા સ્થિત રૂષભ પેટ્રોલપંપની બાજુમાં આવેલી સ્ટેટ બેન્ક અોફ ઈન્ડિયામાંથી મોર્ગેજ ડીડમાં ખોટી વ્યકિતની અોળખ આપી રૂ. ૮૨.૬૩ લાખની ઠગાઈ કરનાર પિતા-પુત્ર સહિત ૬ લકો વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોîધાયો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સલાબતપુરા સ્થિત રૂષભ પેટ્રોલ પંપની બાજુમાં સ્ટેટ બેન્ક અોફ ઈન્ડિયા આવેલી છે. આ બેઠકમાંથી આરોપી સરથાણાની ૠષિકેશ રેસિડેન્સીમાં રહેતા રાહુલ તુલસીભાઈ શંકર તેના ીપતા તુલસીભાઈ, વેલજીભાઈ શંકર, કતારગામ મગન નગરમાં રહેતા હસમુખભાઈ વેલજીભાઇ નારોલા, કતારગામ, અક્ષરધામ સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ જાદવભાઈ મોતીસરિયા તથા પુણા ગામ હસ્ીનાપુર સોસાયટીમાં રહેતા ઈશ્વરભાઇ મેઘજીભાઈ ધોળાએ ભેગા મળી મોર્ગેજ ડીડ આધારે લોન મેળવી રૂ. ૮૨,૬૩,૯૦૦ની છેતરપિંડી કરી હતી.
બેન્ક અોડીટ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે, ઉપરોકત તમામ આરોપીઅોએ બેન્કમાંથી લન મેળવવા માટે રજૂ કરેલ મોર્ગેજ ડીડ અને રીલી ડીડમાં ખોટી વ્યકિતની અોળખ આપી લોન લીધી હોવાનું બહાર આવ્યું હતું. ઠગાઈના બનાવ અંગે જયેશભાઈ કલ્યાણજીભાઈ જાગડિયાએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





