દુબઈ,તા.૨૫
એશિયા કપ ૨૦૧૮માં રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા સતત ૪ મેચ જીતીને ટૂર્નામેન્ટની સૌથી બેસ્ટ ટીમ સાબિત થઇ છે. રોહિત શર્માની કેપ્ટન્સીની પ્રશંસા થઇ રહી છે. એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે શું રોહિત શર્માને વિરાટ કોહલીની જગ્યાએ ટીમ ઇન્ડિયાની વન ડે અને ટી-૨૦ ટીમની કેપ્ટન્સી સોપવાનો યોગ્ય સમય છે.
મોટી ટૂર્નામેન્ટની વાત કરીએ તો રોહિત શર્માનો રેકોર્ડ વિરાટ કોહલી કરતા ઘણો સારો છએ. વિરાટ કોહલીથી અલગ રોહિત શર્મા એક શાંત સ્વભાવનો કેપ્ટન છે, જેને પોતાની કેપ્ટન્સીમાં ભારતને નિદહાસ ટ્રોફી જેવી ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનાવી હતી.રોહિત શર્માએ iplમાં મુંબઇ ઇન્ડિયન્સને ત્રણ વખત ચેમ્પિયન બનાવ્યું છે, આ સિવાય તે ભારતીય ટીમને એશિયા કપનો ખિતાબ જીતાડવાથી માત્ર એક કદમ દૂર છે.
રોહિત શર્માને લઇને પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પ્રતિક્રિયા આપી છે. ગાવસ્કરે કહ્યુ કે કેપ્ટન્સીની જવાબદારી આવ્યા બાદ રોહિત શર્મા એક શાનદાર બેટ્સમેન બની ગયો છે.ગાવસ્કરે કહ્યુ, રોહિત શર્મા ઠંડા મગજનો ખેલાડી છે અને તેની બેટિંગમાં આ જાવા મળે છે. જ્યારે પણ તેને કેપ્ટન્સી કરવાની તક મળી છે તેને પોતાનો શાંત સ્વભાવ બતાવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



