મુંબઈ,તા.૨૭
મુંબઈમાં યોજાયેલી એક ઇવેન્ટમાં જેક્લીન ફર્નાન્ડીઝે મીટૂ મૂવમેન્ટને સપોર્ટ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, સ્ત્રીઓની સમસ્યાઓ કંઈ નવી નથી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ નહીં, પરંતુ સમાજમાં પણ. તેણે એમ પણ ફીલ કર્યું હતું કે, હવસખોરો તો બધી જ જગ્યાએ છે. ઈન્ડિયામાં, ખાસ કરીને બોલિવૂડમાં મીટૂ મૂવમેન્ટની ખૂબ જ અસરો જાવા મળી રહી છે ત્યારે એના વિશે જેકિલને કહ્યું હતું કે, ‘એ યાદ રાખવું જરૂરી છે કે, સ્ત્રીઓની સમસ્યાઓ અને એના વિશેનો સંવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. એને માત્ર આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પૂરતું મર્યાદિત ન રાખો. આપણા સમાજમાં પણ આ સમસ્યા અને એના વિશેનો સંવાદ ઘણા સમયથી છે. કમનસીબે દુઃખદ સચ્ચાઈ એ છે કે, હવસખોરો આપણી ચારેતરફ છે.’
તેણે વધુ કહ્યું હતું કે, ‘કિયારેક તેઓ આપણા પોતાના ઘરમાં પણ હોય છે. એટલે આપણે મુખ્ય મુદ્દા પરથી ધ્યાન ન હટાવવું જાઈએ, કે જે સમગ્રરીતે સેક્સ વિશે નહીં, પરંતુ પાવર સ્ટ્રગલ વિશે છે. આપણે મુદ્દાને વળગી રહેવું જાઈએ અને જા આપણે સોલ્યુશન લાવવા ઇચ્છતા હોય અને સમાજ માટે અને દરેક જણ માટે કામનું સ્થળ સુરક્ષિત રહે એમ ઇચ્છતા હોય તો આપણે ગંભીર બનવું પડશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






