ન્યુ દિલ્હી,તા.૨૭
ફ્રેંચ ઓપન બેડમિન્ટનના ક્વોર્ટર ફાઇનલ મુકાબલામાં ભારતની સાઇના નેહવાલને હારનો સામનો કરવો પડ્યો છે. વિશ્વની નંબર વન ખેલાડી તાઇ ઝુ યિંગએ સાઇના નેહવાલને ૨૦-૨૨ અને ૧૧-૨૧થી હરાવી ટૂર્નામેન્ટથી બહાર કરી દીધી છે. સાઇના એ પ્રથમ ગેમમાં સારૂ પ્રદર્શન કર્યુ પરંતુ તેના પછી તે ચીની તાઇપૈની ખેલાડી સામે ટકી શકી નહી અને ૨૦-૨૨, ૧૧-૨૧થી હારી ગઇ. આ સાઇનાની તાઇ-ઝુ સામે સતત ૧૨મી હાર છે.
ત્યાં જ આ પહેલા પીવી સિંધૂએ જાપાનની સાયાકા સાતોને સીધી ગેમમાં હરાવી ક્વોર્ટર ફાઇનલમાં સ્થાન બનાવ્યુ પરંતુ બી સાઇ પ્રણીત હારીને બહાર થઇ ગયા. ત્રીજી પ્રાધાન્યતા પ્રાપ્ત સિંધૂએ સાયાકાને ૨૧-૧૭ અને ૨૧-૧૬થી હરાવી દીધી. હવે સિંધૂનો સામનો સાતમા સ્થાને રહેલ હિ બિંગજીયાઓથી થશે. બીજી અને પ્રણીતને ઇંડોનેશિયાના જાનાથન ક્રિસ્ટીએ ૨૧-૧૬ અને ૨૧-૧૪થી હરાવી.
પુરૂષ યુગલમાં સાત્વક સાઇરાજ રાંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી તથા મનુ અત્રી અને બી સુમિત રેડ્ડીની જાડીએ પણ અંતિમ આઠમાં પોતાનું સ્થાન નિર્ધારિત કર્યું. સાત૫ત્વક અને ચિરાગે ચીનનાં હિ જિતિંગ અને તાન કિયાંગને ૨૧-૧૩ અને ૨૧-૧૯થી હરાવ્યા, જ્યારે મનુ અને સુમિતે ચીનનાં લિયૂ ચેંગ અને ઝાંગ નાનની ત્રીજુ સ્થાન ધરાવનાર જાડીને ૨૧-૧૪ અને ૨૧-૧૬થી હરાવ્યા. મેઘના જે અને પૂર્વિષા એસ રામની ચોથું સ્થાન ધરાવતી જાડીએ ઇંડોનેશિયાની ગ્રેસિયા પોલી અને અપ્રિયાની રાહાયુને ૨૧-૧૫ અને ૨૧-૧૩થી હરાવ્યા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






