“હું ભાજપનો ગુલામ બનીને નહીં રહું, રાજીનામું આપીને જ રહીશ” : ઓમ પ્રકાશ રાજભર

0
33

લખનઉ,તા.૨૭
યોગી સરકારમાં કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે ફરી એક વખત બીજેપી પર નિશાન સાધ્યું છે. શનિવારે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પાર્ટીની એક રેલીમાં રાજભરે કહ્યું કે હું બીજેપીનો ગુલામ બનીને નહીં રહું. તેમણે કહ્યું કે તેમનું મન હવે પાર્ટીથી ઉઠી ગયું છે અને તેઓ રાજીનામું આપીને જ રહેશે.
લખનઉના રામબાઈ મેદાનમાં આયોજિત રેલીમાં પહોંચેલા હજારો કાર્યકર્તાઓને સંબોધન કરતી વખતે રાજભરે બીજેપી સરકાર પર જારદાર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે મારું મન તૂટી ગયું છે. આ બીજેપી હિસ્સો આપવા નથી માંગતી. જ્યારે પણ ગરીબના સવાલ પર હિસ્સાની વાત કરુ છું તો તે મંદિર-મસ્જિદની વાતો કરે છે. હિંદુ-મુસલમાનની વાતો કરે છે.
હું સત્તાનો સ્વાદ ચાખવા નથી આવ્યો, હું ગરીબો માટે લડાઈ લડવા આવ્યો છું. આ લડાઈ લડું કે ભાજપનો ગુલામ બનીને રહું? એક કાર્યાલય આજ સુધી નથી આપ્યું. મેં તો મન બનાવી લીધું કે આ મંચ પરથી ઘોષણા કરીશ, આજે હું રાજીનામું આપીને જ રહીશ.
ઉલ્લેખનીય છે કે ઓમ પ્રકાશ રાજભર પહેલાં પણ ભાજપ પર નિશાન સાધી ચુકવ્યા છે. આ અગાઉ પણ ઘણી વખતે તેઓ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ટીકા કરી ચુકવ્યા છે. થોડાં સમય પહેલાં એવું નિવેદન આપીને હંગામો ઊભો કર્યો હતો કે આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપની હાર નક્કી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY