ડુપ્લિકેટ મનમોહન અને સોનિયાનો વિડીયો થયો વાયરલ

0
30

મુંબઈ,તા.૨૭
બોલીવુડ દિગ્ગજ એક્ટર અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પૂર્વ પ્રધાનમંત્રી ડા. મનમોહન સિંહના કેરેક્ટરમાં જાવા મળી રહ્યા છે. મનમોહન સિંહ પર બની રહેલી બાયોપિક ફિલ્મમાં અનુપમ ખેર આબેહુબ તેમના જેવા જ દેખાઈ રહ્યા છે. લગભગ દર વખતે બ્લુ રંગની પાધડી, સફેદ દાઢી અને શાંત સ્વભાવમાં જાવા મળતા મનમોહન સિંહની જેમ અનુપમ પણ વર્તન કરી રહ્યા છે. આટલું જ નહી, અનુપમ ખેરની સાથે સોનિયા ગાંધીના લુકમાં ‘ચક્રવતી સમ્રાટ અશોક’ ટીવી શોમાં દાદીની ભુમિકા નિભાવવા વાળી એક્ટ્રેસ સુજેન બર્નેટ બેઠેલી જાવા મળી રહી છે. બન્ને એક્ટરને જાઈને એવું લાગી રહ્યું છે કે જાણે સોનિયા ગાંધી અને મનમોહન સાથે બેસીને ચા પી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, અનુપમ ખેરેભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના જીવન પર આધારિત ફિલ્મ ‘ધ એકિસડેન્ટલપ્રાઇમ મિનિસ્ટર’નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. તેમણેતેનો અંતિમ શોટ અનાઉન્સ કર્યો હતો. તેઓએ કહ્યું કે ઇતિહાસ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું મૂલ્યાંકન કિયારેય ખોટું સ્વરૂપમાં નહીં કરે.
અનુપમે શુક્રવારે એક વીડિયો શેર કર્યો, જેમાં તે મનમોહન સિંહના લુકમાં ફિલ્મનું ક્લૅપબોર્ડ પકડીને પોઝ આપતા જાવા મળી રહ્યા છે. મનમોહન ફક્ત છેલ્લા એક વર્ષથી આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY