નર્મદા ના પ્રતાપનગર અને રાજપીપળા પાસે આદિવાસીઓ એ પોસ્ટરફાડ યુદ્ધ ચાલુ રાખતા તંત્ર મૂંઝવણ માં મુકાયું
રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિી ને લઈ આદિવાસી સંગઠનઓ એ બંધ નું એલાન આપ્યું છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે હવે 31 ઓક્ટોમ્બર ને ગણતરી ના દિવસો બાકી છે ત્યારે નર્મદામાં લાગેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના પોસ્ટરો ,હોલ્ડીંગો માંથી પી એમ ના ફોટા ને ફાડવાનું નર્મદા માં પોસ્ટર ફાડ યુદ્ધ હજુ યથાવત હોય તંત્ર માટે એક ચેલેન્જ બની ગયું છે ત્યારે અમુક જગ્યાએ હોલ્ડીંગો પાસે પોલીસ ખડે પગે જોવા મળે છે જેથી કોઈ મોદી કે રૂપાણી ના ફોટા ન ફાડી શકે છતાં નર્મદા ના અમુક ગામો માં હજુ આ પોસ્ટર ફાડ યુદ્ધ યથાવત જોવા મળે છે અને રોજે રોજ પી એમ ના ફોટા પોસ્ટરો માંથી ફાટી રહ્યા હોય માટે હાલ આ પોસ્ટર ફાડ યુથ અટકાવવા અને આદિવાસીઓ આમ ન કરે એ માટે તંત્ર દ્વારા આવા બેનરો માં ક્રાંતિકારી બિરસા મુંડા ના ફોટા મુકવામાં આવ્યા છે છતાં પણ ચાલાક અને વિરોધ કરતા અમુક આદિવાસીઓ દ્વારા બિરસા મુંડા ના ફોટા રહેવા દઈ બાકીના આખા પોસ્ટર ને ફાડવામાં આવી રહ્યા છે તો હવે પોલીસ કે વહીવટી તંત્ર શું કરે એ મૂંઝવણ માં છે એમ હાલ આદિવાસીઓ નો વિરોધ ચરમસીમા એ જઈ રહેલો જોવા મળે છે .ત્યારે હવે સ્ટેચ્યુ ના લોકાર્પણ સમયે આદિવાસી સંઘટનો નું બંધ નું એલાન કેટલું સફળ થશે એ જોવું રહ્યું .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




