જાણવા જેવું : એસબીઆઈ બંધ કરશે ચાર સર્વિસ

0
7

ન્યુ દિલ્હી,તા.૨૯
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા આવનાર બે મહિનામાં પોતાની ૪ બેન્કિંગ સેવાઓને બંધ કરવા જઈ રહી છે. આ સેવાઓને બંધ કરવા માટે SBI તરફથી જાહેરાત કરાઈ ચૂકી છે. SBI રોકડ ઉપાડ પર કેટલોક પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહી છે. ત્યાં તેની ઓનલાઈન બેન્કિંગ સેવાઓમાં પણ કેટલાક પરિવર્તન હશે.
બંધ થઈ જશે SBIના ડેબિટ કાર્ડ
RBIના નિર્દેશ અનુસાર બેન્કોને પોતાના મેગ્નેટિક સ્ટ્રાઈપ આધારિત ATM કાર્ડ બંધ કરવાના છે. આ એટીએમ કાર્ડની ક્લોનિંગ થવાની સંભાવના રહે છે. RBIના નિર્દેશોને ધ્યાનમાં રાખતા થયેલા સ્ટેટ બેન્ક ૩૧ ડિસેમ્બરથી પોતાના મેગ્નેટિક સ્ટ્રાઈપ આધારિત એટીએમ કમ ડેબિટ કાર્ડ બંધ કરવા જઈ રહ્યા છે. એવામાં જા તમારી પાસે એવુ કાર્ડ છે તો જલ્દીથી જલ્દી પોતાનુ કાર્ડ બદલી દો. SBI તરફથી ચીપવાળા કાર્ડ નિઃશુલ્ક આપવામાં આવી રહ્યા છે.
પૈસા નીકાળવામાં આ વાતોનું ધ્યાન રાખો
SBIના ગ્રાહક ૧ નવેમ્બરથી ATM કાર્ડ દ્વારા ૨૦ હજાર રૂપિયાથી વધારે કાઢી શકશે નહીં. પહેલા બેન્કના ગ્રાહક એટીએમ દ્વારા ૪૦ હજાર રૂપિયા નીકાળી શકતા હતા. એસબીઆઈ તરફથી કેશલેશ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
મોબાઈલ બેન્કિંગમાં પણ SBI કરી રહ્યું પરિવર્તન
જા તમે તમારો મોબાઈલ નંબર બેન્ક ખાતા સાથે લિંક ના કરાવ્યો તો તમારી ઈન્ટરનેટ બેન્કિંગ સેવા અથવા ઓનલાઈન બેન્કિંગ સેવા બંધ થઈ શકે છે. આ વિશે બેન્ક તરફથી સતત નોટિફિકેશન મોકલીને ગ્રાહકોને જાગૃત પણ કરી શકાય છે. અત્યાર સુધી જે ગ્રાહકોએ પોતાનો મોબાઈલ નંબર લિંક કરાવ્યો નહીં તેમણે જલ્દી જ પોતાનો નંબર લિંક કરાવવો જાઈએ.
બંધ થઈ જશે SBI Buddy
ભારતીય સ્ટેટ બેન્ક પોતાનુ મોબાઈલ વોલેટ SBI Buddy ૧ નવેમ્બરથી બંધ કરવા જઈ રહ્યા છે. જાકે બેન્ક અનુસાર આ વોલેટ સેવા બંધ થઈ ચૂકી છે પરંતુ જે ગ્રાહકોના પૈસા આ વોલેટમાં પડ્યા છે તે પૈસા કેવી રીતે પાછા લઈ શકાય છે આ વિશે અત્યારે કોઈ જાણકારી નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY