મુંબઈ,તા.૨૯
અભિનેતા અને પટના સાહેબ સંસદીય ક્ષેત્રથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ શત્રૂધ્ન સિન્હાને તેમના તેજ-તર્રાર અને બેબાક નિવેદન માટે જાણીતા છે. તેમના ઘણા પ્રવચનો અને ઇન્ટરવ્યૂમાં તે જાવા મળ્યું છે કે તે પ્રધાનમંત્રી મોદીના ઘણા નિર્ણયોથી સંમત નથી.
મુંબઇમાં આયોજિત અભિનેતા સંજય ખાનની ઓટોબાયોગ્રાફી ‘ધ બેસ્ટ મિસ્તીક ઓફ માય લાઇફ’ ના લોંચના મંચ પર શત્રૂધ્ન સિન્હાએ પ્રધાનમંત્રી મોદીનું નામ લીધા વગર ‘મનની વાત’ કરી હતી. આ તક પર સંજય ખાન અને તેમના પરિવાર ઉપરાંત હેમા માલિની, ફારુખ અબ્દુલા સહિત તમામ અને પણ પ્રતિષ્ઠિત મહેમાનો હાજર હતા.
સંજય ખાનને તેમની ઓટોબાયોગ્રાફિની શુભેચ્છા આપતા શત્રૂધ્ન એ કહ્યું, ‘મને મારા મિત્ર અને નેતા ફારુખ અબ્દુલાએ કહ્યું કે સ્ટેજ પર જાવ, હિંદુસ્તાનીમાં વાત કરો પ તો હવે હું અહીં તમે બધાને હિન્દુસ્તાનીમાં મનની વાત પ ઓહ પ (અફસોસ અને હસીનેપ) અરે અહીં હું મનની વાત કરું છું પણ તેના પર અને બીજા કોઈના પેટન્ટનો અધિકાર છે. તેથી અહીં હું દિલની વાત કરું છું. દિલની વાત એ છે મિત્રો પ પછી મિત્રો પ (શત્રૂધ્ન સિન્હાના આ વાકબાણથી હાજર બધા મહેમાનો ઉત્સાહથી હસવા લાગે છે) ‘
શત્રૂધ્ન સિન્હા આગળ કહે છે, ‘આ કલા અને સંસ્કૃતિનું વિશ્વ છે. અહીં મારે ફિલ્મમેકર વિશે વાત કરવી છે. એક એવી વ્યકિતની વાત કરવી છે જેમણે જીંદગીમાં બહુ સ્ટ્રગલ કરી છે. બહુ જ મહેનત કરીને પોતાની જાતને ઉભી કરી છે. પણ તેમણે ચા નથી બનાવી. અને તેમને ચા વેચવાની પણ જરૂર નથી. તેઓ અમારી સાથે કદમ મિલાવીને ચાલ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





