ભીમા કોરેગાંવ સુપ્રિમે આરોપી ગૌતમ નવલખાને નોટિસ ફટકારી મુંબઈ હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી

0
27

ન્યુ દિલ્હી,તા.૨૯
ભીમા કોરેગાંવ કેસ મામલે સુપ્રીમ કોર્ટે તમામ આરોપી ગૌતમ નવલખાને નોટિસ ફટકારી મુંબઈ હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી છે. ગત્ત દિવસે મુંબઈ હાઈકોર્ટે આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવા માટે પોલીસને વધુ સમય આપવા ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગઈની અધ્યક્ષતામાં બનેલી ખંડપીઠે મહારાષ્ટ્ર સરકારની અપીલ પર ધ્યાન કેન્દ્રીત મુંબઈ હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી છે.
દિલ્હી હાઈકોર્ટે ગૌતમ નવલખાને મુક્ત કરવાનો આદેશ કર્યો હતો અને તેના પર પોલીસ દ્વારા નજર ન રાખવાનો પણ આદેશ કર્યો હતો. જે બાદ મહારાષ્ટ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટના આદેશને સુપ્રીમમાં પડકાર્યો હતો, જેમા મહારાષ્ટ્રને સફળતા નથી મળી, સાથે કોર્ટે ભીમા કોરેગાવ કેસમાં સંડોવાયેલા કાર્યકર્તાઓના કેસ મામલે કોર્ટે તપાસ માટે એસઆઈટીની રચના કરવા માટે પણ ઇનકાર કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY