મુંબઈ,તા.૨૯
બોલિવૂડ એક્ટર વરુણ ધવન, કરણ જાહર અને શશાંક ખેતાન એક સત્થે કામ કરવા જઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે શશાંક ખેતાનના ડાયરેક્શનમાં બનવા જઈ રહી આ ફિલ્મનું નામ ‘રણભૂમિ’ હશે. માનવામાં આવી રહ્યું છે કે એક્શનતથી ભરપુર આ મુવી ૨૦૨૦ની દિવાળી પર રિલીઝ કરવામાં આવશે.
પહેલા કેટલાક રિપોટ્ર્સ એવા મળ્યા હતા કે આ ફિલ્મ કરણ જાહરની ફિલ્મ ‘શુદ્ધિ’માં જ બદલાવ કરીને બનાવવામાં આવશે. જણાવીએ કે કરણ જાહરની આ ફિલ્મ ક્્યારે શરુ જ ન થી શકી. પરંતુ હવે એવા રિપોટ્ર્સ મળી રહ્યા છે કે આ ફિલ્મ ટોમ ક્રુઝ પ્રખ્યાત હોલિવૂડ સીરીઝ ‘મિશન ઈમ્પોસિબલ’ પર આધારિત હશે.
આપને જણાવી દઈએ કે આ ફિલ્મ પહેલા વરુણ ધવન ‘જુડવા-૨’ અને બીજી અન્ય મુવીમાં પોતાના એક્શન સીન્સ ઘણા પ્રભાવિત કરી ચુક્વ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ‘રણભૂમિ’માં જબરદસ્ત એક્શન સીન્સને ભારત અને વિદેશના લોકેશન્સ પર શૂટ કરવામાં આવશે. સાથે સાથે એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે આ ફિલ્મમાં વરુણની અપોજિટ જહાનવી કપૂર જાવા મળશે. ફિલ્મનું શુટિંગ ૨૦૧૯માં શરુ કરવાની ઉમ્મીદ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




