રણવીર સિંઘને અક્ષય કુમારની સલાહ : ‘મબલખ કમાણી કરતાં શીખો’

0
10

મુંબઈ,તા.૩૦
રૃપેરી પરદા પર કોઇ ફિલ્મમાં કદી સાથે દેખાયા નથી એવા બે મોખરાના કલાકાર અક્ષય કુમાર અને રણવીર સિંઘે કાફી વીથ કરણમાં સાથે આવીને ધમાલ મચાવી દીધી હોવાની માહિતી મળી હતી.
આ શોમાં કરણે રણવીરને એની અઢળક સ્ફૂર્તિ અને લગ્નોમાં મોડે સુધી ડાન્સ કરવાની ટેવ વિશે પૂછતાં રણવીરે અક્ષય કુમાર તરફ આંગળી કરીને કહ્યું કે મને આ બધું અક્ષય સરે શીખવ્યું છે. ‘મારી કારકિર્દીનો આરંભ હતો. હું એક લગ્નમાં ડાન્સ કરવા ગયો હતો. કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા પણ ત્યાં ડાન્સ કરવા આવ્યા હતા. અક્ષય સર પણ ત્યાં હાજર હતા. ભારે ધામધૂમ વચ્ચે ડાન્સ પૂરા થયા અને અમે બધા બેકસ્ટેજ પર હતાં ત્યારની વાત છે. લગનગાળો હતો એટલે દર સપ્તાહે એકાદ મોટા લગ્ન હતાં અને અક્ષય સર પણ મોટે ભાગે દરેક લગ્નમાં ડાન્સ કરવા જવાના હતા…. એમણે મારી પાસે આવીને કહ્યું બેટા આગલા સપ્તાહે પણ આવવાનો છે ને… મેં કહ્યુંં કે ના. મારે બીજું કામ છે. ત્યારે અક્ષય સરે મારા ખભા પર હાથ રાખીને કહ્યું કે મને જા, લગ્નમાં નાચું છું, મૂંડનમાં નાચું છું, સગાઇ કે બર્થ ડે પાર્ટીમાં નાચું છું. બાળક રડે તો પણ નાચું છું… જીવનમાં આગળ વધવું હોય તો સતત પૈસા કમાતા રહેવું જાઇએ. એકાદ બે ઇવેન્ટ ચૂકી જઇએ તો લોકો આપણને ભૂલી જાય છે, સમજ્યો ?’
અક્ષય કુમાર અને રણવીર સિંઘ બંનેએ એકમેકની પ્રશંસા કરી હતી અને કેટલાક સવાલોના રમૂજી જવાબો આપ્યા હતા. રણવીરે પોતાનાં લગ્ન વિશેના સવાલને પણ ટાળ્યો નહોતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY