લાલુ પરિવારમાં કલહ : તેજપ્રતાપ અલગ રાજકીય પાર્ટી બનાવે તેવી શક્યતા

0
7

પટના,તા.૧
આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવે જાહેરાત કરી છે કે, તે નવી રાજકીય પાર્ટી બનાવશે. તેજપ્રતાપે કહ્યું કે, જા તેમની વાત માનવામાં નહીં આવે તો તે કોઇપણ મોટું પગલું ભરી શકે છે.
તેજપ્રતાપ યાદવ પાર્ટી અને પરિવારથી નારાજ છે. તેમની જીદ હતી કે તેમની પસંદના બે ઉમેદવારોને પણ લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપવી જોઇએ. આ જીદને લઇને તેઓ કોઇની પણ વાત સાંભળી રહ્યાં નથી. પાર્ટીમાં આ વાતને લઇને નેતાઓમાં રોષ છે. આરજેડી નેતા શિવાનંદ તિવારીએ કહ્યું કે, તેજપ્રતાપની જીદની અસર આવનારી ચૂંટણી પર પણ પડશે.
આ પહેલાં તેમણે કહ્યું હતું કે, જા તેમની પસંદગીના ઉમેદવારોને ટિકિટ નહીં આપવામાં આવે તો તે ઉમેદવારો એ સીટ પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવશે. સાથે જ તેજપ્રતાપે કહ્યું હતું કે, તેમની જીત માટે તે દરેક સંભવ પ્રયાસ કરશે.
ઉપરાંત તેજપ્રતાપ તેમના સસરા ચંદ્રિકા રાયને સારણ સીટ પરથી ટિકિટ આપવામાં આવતાં નારાજ છે. તેજપ્રતાપે કહ્યું હતું કે, તે આ નિર્ણયને લઇને પણ નારાજ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY