આજે ભારત-વિન્ડિઝ વચ્ચે પાંચમી અંતિમ વન-ડે

0
6

તિરૂવનંતપુરમ,તા.૩૧
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચ મેચની વન ડે શ્રેણીનો અંતિમ મુકાબલો આજે તિરૂવનંતપુરમમાં રમાશે. શ્રેણીમાં ભારત ૨-૧થી આગળ છે. જા ટીમ આ મેચ જીતી જાય છે તો ઘરેલુ મેદાન પર સતત છઠ્ઠી શ્રેણી પર કબજા કરી લેશે. શ્રેણીની ત્રીજી વન ડે ટાઇ રહી હતી. ટીમ જા આ મુકાબલો હારી જાય છે તો શ્રેણી ૨-૨થી બરાબર થઇ જશે.
ભારતીય ટીમ ગત ત્રણ વર્ષથી ઘરમાં કોઇ વન ડે શ્રેણી હાર્યું નથી. અંતિમ વખત તેને દક્ષિણ આફ્રિકાએ ૨૦૧૫માં વન ડે શ્રેણીમાં ૩-૨થી હરાવ્યું હતું. વિન્ડીઝ ભારતીય જમીન પર સાત વર્ષ બાદ પાંચ મેચની શ્રેણી રમી રહ્યું છે. અંતિમ વખત બન્ને ટીમો વચ્ચે પાંચ મેચની શ્રેણી ૨૦૧૧માં રમાઇ હતી, ત્યારે ટીમ ઈન્ડિયાએ સિરીઝ ૪-૧થી જીતી હતી.તે બાદ બન્ને વચ્ચે ત્રણ મેચની ૨ સિરીઝ રમાઇ હતી. બન્નેમાં ભારત ૨-૧થી વિજયી બન્યું હતું.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ શ્રેણીમાં અત્યાર સુધી ત્રણ સદીની મદદથી સૌથી વધુ ૪૨૦ રન બનાવ્યા છે. વેસ્ટ ઇન્ડીઝના હેટમેયરે એક સદી અને એક અડધી સદીની મદદથી ૨૫૦ રન બનાવ્યા છે. તે સૌથી વધુ રન બનાવવા મામલે ત્રીજા નંબર પર છે. વિન્ડીઝના સાર્‌ઇ હોપ (૨૫૦) ચોથા અને અંબાતી રાયુડૂ (૨૧૭ રન) પાંચમા નંબર પર છે, આ સિવાય કોઇ પણ બેટ્‌સમેન ૨૦૦ રનનો આંકડો પાર કરી શકિયો નથી. કેરલા ક્રિકેટ સંઘના પદાધિકારીઓને વિશ્વાસ છે કે ૪૫,૦૦૦થી વધુની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં મુકાબલા પહેલા તમામ ટિકિટ વેચાઇ જશે. લગભગ ૩ કરોડ રૂપિયાની ટિકિટ વેચાઇ ચુકી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY