ગ્લોબલ પીસ ઈન્ડેક્સ-૨૦૧૯માં ભારત પાંચ ક્રમ નીચે ધકેલાઈને ૧૪૧મા ક્રમે પહોંચ્યુ

0
6

મેલબર્ન,તા.૧૩
વિશ્વભરના દેશોમાં શાંતિ માટે સક્રિય પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. તેમજ દરેક દેશો શાંતિના માહોલ હોવાનો દાવો કરે છે. પરંતુ ગ્લોબલ પીસ ઈન્ડેક્સ ૨૦૧૯નો રિપોર્ટ ભારત માટે ચોકાવનારો છે. ગ્લોબલ પીસ ઈન્ડેક્સ-૨૦૧૯ના તાજેતરના રિપોર્ટ અનુસાર, ભારત પાંચ ક્રમ નીચે ધકેલાઈ ગયું છે અને છેક ૧૪૧મા ક્રમે પહોંચ્યુ છે. ગ્લોબલ પીસ ઈન્ડેક્સ-૨૦૧૯માં ૧૬૩ દેશોને સામેલ કરવામાં આવ્યા છે. આ રિપોર્ટ અનુસાર, વિશ્વના સૌથી પીસફૂલ દેશ તરીકે આઈસલેન્ડ પ્રથમ ક્રમે છે, જ્યારે તાલિબાનોના યુદ્ધનો સામનો કરી રહેલું અફઘાનિસ્તાન સૌથી નીચેના ક્રમે એટલે ૧૬૩મા ક્રમે છે.
ઓસ્ટ્રેલિયન થિંક ટેન્ક ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈકોનોમિક એન્ડ પીસના રિપોર્ટ અનુસાર, દેશમાં શાંતિ(પીસ)ની રેન્ક નક્કી કરવા માટે ત્રણ માપદંડો નિર્ધારિત કરાયા છે. જેમાં સામાજિક સુરક્ષાનું સ્તર, આંતરિક અને આંતરરાષ્ટ્રીય સરહદ વિવાદ અને મિલિટ્રિએશન સામેલ છે.
સૌથી મહત્વની બાબત એ છે કે આઈસલેન્ડ ૨૦૦૮થી સૌથી પીસફુલ(શાંતિપૂર્ણ) દેશ તરીકે પ્રથમ સ્થાન પર છે. આ ઉપરાંત ટોપના પીસફૂલ દેશોમાં ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રિલિયા, પોર્ટુગલ અને ડેનમાર્કને પણ ગ્લોબલ પીસ ઈન્ડેક્સમાં સમાવેશ કરાયો છે. જ્યારે સીરિયાને પાછળ ધકેલીને અફઘાનિસ્તાન વિશ્વનો સૌથી ઓછી શાંતિ ધરાવતો દેશ છે. સાઉથ એશિયામાં આવેલાં અને ભારતના પડોશી ભૂટાન શાંતિના મામલે ટોપ-૧૫ દેશોમાં સામેલ છે. ત્યારબાદ શ્રીલંકા ૭૨ નંબર પર છે, નેપાળ ૭૬ ક્રમે છે અને બાંગ્લાદેશ ૧૦૧મા ક્રમે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિના મામલે ૧૧ આંકનો તફાવત છે. કેમ ભારત ૧૪૨ ક્રમે છે, જ્યારે આતંકવાદીના ગઢ સમાન પાકિસ્તાન ગ્લોબલ પીસ ઈન્ડેક્સમાં ૧૫૩ ક્રમે છે.
આ રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભારત, અમેરિકા, ચીન, સાઉદી અરબ અને રશિયા સૈન્ય ક્ષેત્ર સૌથી વધુ ખર્ચ કરનાર ટોપ-૫ દેશોમાં સ્થાન પામ્યા છે. જોકે, આ રિપોર્ટમાં આશાસ્પદ દાવો એ કરાયો છે કે, છેલ્લા પાંચ વર્ષમાં વૈશ્વિક શાંતિમાં પ્રથમ વખત સુધારો થયો છે, પરંતુ દસ વર્ષ પહેલાંની સરખામણીમાં વિશ્વમાં શાંતિ ઓછી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY