અદાણીના ઓસ્ટ્રેલિયાના કોલ પ્રોજેક્ટને લીલીઝંડી, ટૂંકમાં બાંધકામ શરૂ કરશે

0
4

મેલબર્ન,તા.૧૩
ગુજરાત સ્થિત અદાણી જૂથને ઓસ્ટ્રેલિયામાં અબજો રૂપિયાના કોલ પ્રોજેક્ટ આડે હવે તમામ વિનો દૂર થયા છે. અદાણી ગ્રૂપને ઓસ્ટ્રેલિયા સરકાર દ્વારા અંતિમ નિયમન મંજૂરી પણ મળી ગઈ છે. કંપનીના કાર્માઈકલ કોલ પ્રોજેક્ટને નડરરૂપ તમામ અડચણો દૂર થઈ જતા હવે કંપની ટૂંક સમયમાં બાંધકામ શરૂ કરી શકશે.
પ્રાપ્ત વિગતો મુજબ ઓસ્ટ્રેલિયાના કિવન્સલેન્ડ ખાતે અદાણીના કાર્માઈકલ કોલ પ્રોજેક્ટને સત્તાધીશોએ લીલીઝંડી આપી દીધી છે. અદાણીના આ પ્રોજેક્ટ માટે ગ્રાઉન્ડવોટર મેનેજમેન્ટ પ્લાનને મંજૂરી મળવાથી આખરી અડચણ દૂર થઈ ગઈ છે.
ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં કોલ પ્રોજેક્ટની તરફેણ કરનાર શાસક પક્ષની જીત થઈ છે. વડાપ્રધાન સ્કોટ મોરિસનની જીતના થોડા જ સપ્તાહમાં અદાણીના કોલ પ્રોજેક્ટને અંતિમ મંજૂરી મળી ગઈ છે. ૩૧ મેના રોજ અદાણીના કાર્માઈકોલ કોલ પ્રોજેક્ટને કિવન્સલેન્ડ સ્ટેટ ગર્વમેન્ટ દ્વારા સૌપ્રથમ મંજૂરી મળી હતી.
ઓસ્ટ્રેલિયાના કિવન્સલેન્ડ વિસ્તાર વિશાળ દરિયાકાંઠો ધરાવે છે. અદાણીના પ્રોજેક્ટને લઈને અહીં દુર્લભ ગણાતા બ્લેકથ્રોટેડ ફિંચ પક્ષીઓની પ્રજાતિને નુકશાન થવાની દહેશતને લઈને પર્યાવરણવીદોએ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. માઈન પ્રોજેક્ટ આસપાસ જ આ પક્ષીઓનો વસવાટ વધુ જાવા મળ્યો છે. જો કે હવે અદાણી ગ્રૂપને અંતિમ મંજૂરી મળતા તે ટૂંક સમયમાં બાંધકામની પ્રક્રિયા હાથધરી શકશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY