યૌનશોષણનો ખુલાસો કરનાર ૯ મહિલાકર્મીઓ આકાશવાણીથી હટાવી દેવાયા

0
9

ભોપાલ,તા.૩૧
મધ્યપ્રદેશના શહડોલમાં આવેલા ઓલ ઈન્ડિયા રેડિયો વારા ૯ મહિલા કર્મચારીઓને હટાવી દેવામાં આવ્યા છે. બધી જ ૯ મહિલાઓ Îવારા ગયા વર્ષે સ્ટેશનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર રત્નાકર ભારતી પર યૌનશોષણના આરોપ લગાવ્યા હતા. આખા મામલે રત્નાકર વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ અને ઓલ ઈન્ડિયા રેડિયો જાંચ કમિટીએ લગભગ એક વર્ષ પહેલા તેને દોષી પણ ગણાવ્યો. તેમ છતાં રત્નાકર હજુ પણ ઓલ ઈન્ડિયા રેડિયો દિલ્હીમાં કામ કરી રહ્યો છે, જયારે બધી જ ૯ મહિલા કર્મચારીઓની સેવા પુરી કરી દેવામાં આવી છે.
આવા જ કેટલાક મામલા બીજા પણ કેટલાક શહેરોથી આવી રહ્યા છે. ધર્મશાળા, ઓબરા, સાગર, રામપુર અને દિલ્હી સ્ટેશનોમાં ઓલ ઈન્ડિયા રેડિયો કર્મચારી યુનિયનનું કહેવું છે કે હાલમાં જ આ સ્ટેશન પર યૌનશોષણ આરોપીઓને ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યા છે, જયારે ફરિયાદ કરનાર મહિલાઓને નોકરી છોડવા માટે કહેવામાં આવ્યું છે. બધા જ સ્ટેશન પર યૌનશોષણ મામલા ગંભીરતાથી લેવા માટે યુનિયન તરફથી પ્રસાર ભારતી ચીફને પત્ર લખવામાં આવ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY