સ્ટેચ્યુ ઓફ યુનિટી : વિદેશી મીડિયાએ સરકારની ટીકા કરી…!!?

0
40

ન્યુ દિલ્હી,તા.૩૧
ભારતના પહેલા નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની દુનિયાની સૌથી ઊંચી આદમકદની પ્રતિમાનું અનાવરણ તેમની ૧૪૩મી જન્મજયંતી પર કરવામાં આવ્યું છે. વિદેશી મીડિયાએ સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પોલિટિકલ ઈગો પણ ગણાવ્યો છે.
અમેરિકાના અખબાર વોશિંગ્ટન પોસ્ટ
અમેરિકાના અખબાર વોશિંગ્ટન પોસ્ટે જણાવ્યું હતું કે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી- ભારતને દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા તેની પાસે હોવાની શેખી મારવાનો અધિકાર આપશે- ૬૦૦ ફૂટ ઊંચી આ પ્રતિમા ભારતની વૈશ્વિક મહત્વકાંક્ષાની સાથે તેના નેતાના પોલિટિકલ ઈગો સંદર્ભે પણ જણાવે છે. આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે માનવામાં આવે છે કે આ પ્રતિમાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રણ રચા પર જીત પ્રાપ્ત થશે- પોતાના હિંદુ રાજકીય આધારની સ્વીકૃતિ, પોતાના ગૃહ રાજ્યમાં ઐતિહાસિક સ્થાન અને વધતી વૈશ્વિક શક્તિ તરીકેની ઓળખ. અમેરિકાના મીડિયામાં સ્ટેચ્યુ ઓફ યૂનિટીના અનાવરણને અનૌપચારીકપણે ભાજપ દ્વારા ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના પ્રચારની શરૂઆત તરીકે જાવાઈ રહ્યું છે.
પાકિસ્તાનના અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યૂ
પાકિસ્તાનના અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યૂને જણાવ્યું છે કે આ પ્રતિમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ દ્વારા લોકપ્રિય રાષ્ટ્રીય નેતાને હડપવાનું ઉદાહરણ છે. કારણ કે પટેલ કોંગ્રેસના નેતા હતા. કોંગ્રેસ હાલ ભારતની સંસદમાં ભાજપના વિપક્ષમાં બેસે છે. જિયો ન્યૂઝે ક્હયું છે કે આ ભારતમાં રાષ્ટ્રીયવાદી ઉત્સાહનો એક વિસ્ફોટ છે. એવા સમયે જ્યારે ભારતમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી થવાની છે. તો આ મેગા પ્રોજેક્ટની પાછળ રાજકીય ઉદેશ્ય પણ છે.
સાઉથ ચાઈના પોસ્ટે એએફપી
સાઉથ ચાઈના પોસ્ટે એએફપીના અહેવાલને ટાંકીને કહ્યું છે કે મુંબઈના તટ પર બનનારી છત્રપતિ શિવાજીની પ્રતિમા ખૂબ જલ્દીથી દુનિયાની આ સૌથી ઊંચી પ્રતિમાને મ્હાત આપશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટ અલગ-થલગ પડેલા સરદાર સરોવર બંધની અવગણના પણ કરે છે.
બીબીસી
બીબીસીએ સ્થાનિક ખેડૂતો તરફ ધ્યાન આકર્ષિત કરતા એક ખેડૂતને ટાંકીને લખ્યું છે કે આટલી મોટી પ્રતિમા પર નાણાં ખર્ચ કરવાના સ્થાને સરકારે આ નાણાં આસાસના ખેડૂતોના કલ્યાણ માટે વાપરવા જાઈએ. બીબીસીના આર્ટિકલમાં ૨૦૧૬ના સરકારી રિપોર્ટને ટાંકીને જણાવ્યું છે કે નર્મદા જિલ્લો એ નિવાસીઓનું ઘર છે કે જે ભૂખ્યા પેટે જિંદગી ગુજારી રહ્યા છે. પ્રાઈમરી સ્કૂલોમાં પ્રવેશ કરનારાઓની સંખ્યા ઘટી રહી છે અને આ વિસ્તારમાં કુપોષણ ચરમસીમાએ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY