મુંબઇ,તા.૩
કાર્તિક આર્યન અને કૃતિ સેનન ફિલ્મ લુકા છુપીએ ઓપનિંગ ડેમાં બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી છે. આ ફિલ્મ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. લિવ ઈન રિલેશનશિપના મુદ્દા પર બનેલ આ ફિલ્મને કોમેડી અંદાજમાં રજૂ કરવામાં આવી છે. ફિલ્મને પ્રશંસકો ખુબજ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ફિલ્મએ બે દિવસમાં ૧૮ કરોડની કમાણી કરી લીધી છે.
લુકા છુપીએ શુક્રવારે ધમાકેદાર ઓપનિંગ કરતા પહેલા દિવસે જ ૮.૦૧ કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે આ જ લયને આગળ ધપાવતા લુકા છુપીએ ૧૦.૦૮ કરોડની કમાણી કરી લીધી છે. મૂવીએ બે દિલસમાં તો ૧૮.૦૯ કરોડની કમાણી કરી લીધી છે.
આની સાથે જ આ ફિલ્મ ઓપનિંગ ડે કલેક્શનને લઈને કાર્તિક આર્યનની કેરિયરની સૌથી મોંઘી કમાણી કરનાર ફિલ્મ બની ચુકી છે. આ પહેલા વર્ષ ૨૦૧૫માં તેની ફિલ્મ પ્યાર કા પંચનામા-૨ એ ઓપનિંગ ડે પર ૬.૮૦ કરોડની કમાણી કરી હતી. ત્રીજા નંબર પર વર્ષ ૨૦૧૮માં તેની ફિલ્મ સોનૂ કી ટીટુ કી સ્વીટીએ ૬.૪૨ કરોડથી ખાતુ ખોલ્યુ હતુ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




