ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જીલ્લામાં સગીર બાળકો/કીશોરીઓ ગુમ/અપહરણ થયા હોય તેવા ગુનાઓમાં બાળકોને શોધી કાઢવા આપેલ સુચના આધારે
એલ.સી.બી.ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર જે.એન.ઝાલાએ જીલ્લામાં બાળકોને શોધી કાઢવા ચક્રો ગતિમાન કરી માર્ગદર્શન આપેલ તે પૈકી આમોદ પો.સ્ટે.ના તા.૦૩/૦૯/૨૦૧૮ ના રોજ આરોપી કમલેશભાઇ દશરથભાઇ વસાવાનાઓને ભોગ બનનાર સાથે પ્રેમસંબંધ હોવાથી આરોપી ભોગ બનનારને ફરીયાદીના વાલીપણામાંથી પટાવી ફોસલાવી ભગાડી લઇ જતા આમોદ પો.સ્ટે.ઉપરોક્ત નંબરથી ગુનો રજીસ્ટર થયેલ. આ ગુનાને ઘણો સમય થઇ ગયેલ હોય અને આરોપી કે ભોગ બનનાર મળી આવેલ ન હોય જેથી એલ.સી.બી પો.સબ.ઇન્સ એ.એસ. ચૌહાણએ ટેક્નિકલ સર્વેલન્સ મારફતે એલ.સી.બી.ના પોલીસ માણસોની ટીમ બનાવી આ કામના આરોપી તથા ભોગ બનનારને કરજણ તાલુકાના કંથારીયા ગામેથી પકડી પાડેલ છે. આગળની વધુ તપાસ તથા કાર્યવાહી સારૂ સર્કલ પો.ઇન્સની કચેરી જંબુસરનાઓ તરફ મોકલવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





