કચ્છ-સુરત,તા.૩૧
રાજ્યમાં ડાયરેક્ટર ઓફ રેવન્યૂ ઇન્ટિલિજન્સે સપાટો બોલાવ્યો છે, બે અલગ અલગ દરોડામાં કરોડો રૂપિયાની દાણચોરી ઝડપી પાડી છે, જેમાં પ્રથમ મુન્દ્રા પોર્ટ પર ૨૦ કરોડની દાણચોરી ઝડપાઇ છે, તો બીજી એક ઘટનામાં સુરતમાંથી ૫૨ લાખનું સોનું ઝડપી પાડ્યું છે. સમગ્ર વસ્તુ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ગુજરાતના દરિયાઇ માર્ગના પ્રવેશદ્વાર એવા કચ્છના મુન્દ્રા પોર્ટ પર ડીઆરઆઈની ટીમે વ્યાપક દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન વિવિધ બ્રાન્ડની પ્રોડક્ટ્સ મળી આવી હતી, જેની કિંમત અંદાજે ૨૦ કરોડની આસપાસ થાય છે, આ પ્રોડક્ટ્સમાં લેપટોપ, વાયરલેસ હેડફોન, ટ્રેક પેન્ટ, ઓઇલ ફિલ્ટરના ૪૨૮૮ નંગ મળી આવ્યા હતા. તથા લેડીઝ-જેન્ટ્સની ૨૨,૪૯૦ ઘડિયાળો, ૬૯૩૨ બ્રાન્ડેડ લિંગરીઝના સેટ, લેડીઝ બેગ ૯૫૪ સેટ, કોસ્મેટિક ૪ લાખ ૮૯ હજાર અને ૪ સેટ સહિતના માલસામાનનો સમાવેશ થાય છે. ડીઆરઆઈની ટીમે આ વસ્તુઓ સાથે બે શખ્સોની પણ અટકાયત કરી છે. આ શખ્સોમાં એક ગાંધીધામ, મુંબઇના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.
તો ડીઆરઆઈના અન્ય એક દરોડામાં ટીમે ૫૨ લાખનું સોનું ઝડપી પાડ્યું હતું. કરજણ ટોલનાકા ખાતે નાકાબંધી દરમિયાન કાર લઇને બે શખ્સો આવ્યા હતા, આ કાર દિલ્હી પાર્સિંગની હતી, કારની તલાસી લેતા તેમાંથી ૧૦ ગ્રામ સોનાના ૧૬ બિસ્કિટ મળી આવ્યા હતા, તથા કારમાં બે શખ્સો સવાર હતા. તપાસમાં બહાર આવ્યું કે સુરતથી દિલ્હી સોનાનું સ્મગલિંગ કરતું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



