ખેતલાઆપા સહિતનાં ખાણીપીણી બજારને તોડવા મ્યુનિ. અઠવાડિયું રાહ જાશે

0
220

અમદાવાદ,તા.૭
એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબ સામે આવેલા ખેતલાઆપા ટી સ્ટોલ સહિતનાં ખાણીપીણી બજારને તોડી પાડવા માટેની મ્યુનિસિપલ તંત્રની નોટિસને પડકારતી પિટિશનને ગઈ કાલે હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવાઈ છે. જાકે આ ખાણીપીણી બજારને જમીનદોસ્ત કરવા તંત્ર હજુ અઠવાડિયાની રાહ જાશે.
મ્યુનિસિપલ સત્તાવાળાઓની ટ્રાફિક નિયમન અભિયાનના ભાગરૂપે કર્ણાવતી ક્લબ સામે આવેલા ખેતલાઆપા ટી સ્ટોલ સહિતનાં ખાણીપીણી બજારને તોડી પાડવાની દિશામાં તંત્ર દ્વારા ચક્રો ગતિમાન કરાયા હતા. જાકે આ ખાણીપીણી બજારના વેપારીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
હાઈકોર્ટના સિંગલ જજ દ્વારા તંત્રના નિર્ણયને યોગ્ય ગણાવીને તે સમયે ખેતલાઆપા ટી સ્ટોલને રૂ. ૨૫ હજારનો દંડ પણ ફટકાર્યો હતો. જાકે સ્થાનિક વેપારીઓએ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરી હતી.
હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ મ્યુનિસિપલ તંત્ર દ્વારા એવી રજૂઆત કરાઈ હતી કે આ ખાણીપીણી બજારને કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાઈને ટ્રાફિક તેમજ પા‹કગમાં સમસ્યા સર્જાઈ રહી છે. જાકે સ્થાનિક વેપારીઓએ ખાનગી મિલકતમાં ધંધો કરતા હોવાની વળતી દલીલ કરતા મ્યુનિસિપલ કોર્પોરેશનને ખાનગી મિલકતમાં પણ ગેરકાયદે ધંધો થતો હોય તો તંત્ર પગલાં લઈ શકે છે તેવી રજૂઆત કરાઈ હતી.
જાકે ગઈ કાલે હાઈકોર્ટની ડિવિઝન બેન્કે અમદાવાદ કોર્પોરેશન તેની ફરજ બજાવી રહ્યું છે તો તેમાં હસ્તક્ષેપ કેવી રીતે કરી શકાય તેવી ટકોર કરીને આ ખાણીપીણી બજારના વેપારીઓની અરજીને ફગાવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY