મુંબઈ,તા.૩૧
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન વિશે એક-એક ખુલાસા થઈ રહ્યા છે. તેમના લગ્ન આ વર્ષના સૌથી મોટા રોયલ વેડિંગમાં સામેલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બન્ને ૧૪-૧૫ નવેમ્બરે ઈટાલીના લેક કોમોમાં લગ્ન કરશે. શાહી લગ્ન વિશે નવી વાત સામે આવી છે. દીપિકા અને રણવીરે કેટરર્સ સાથે એક વિશેષ બોન્ડ સાઈન કર્યો છે.
એક વેબ સાઈટ પ્રમાણે આ લગ્નમાં કલર કોર્ડિનેટેડ થશે. ના ફક્ત ફેમિલી પરંતુ વેટર્સનો પણ ડ્રેસ કોડનો પ્લાન કરવામાં આવશે. સૂત્રો અનુસાર શેફ્સની સાથે એક કરાર કરવામાં આવ્યો છે. જેમાં એ શરત હશે કે જે રેસિપીનો આ લગ્નમાં ઉપયોગ કરશે. તેને ફરી નહીં બનાવે. આ માટે લેખિત બોન્ડ સાઈન કરવામાં આવ્યો છે. આ બધા ડીશ ખૂબ જ વિશેષ હશે.
આ લગ્ન તમિલ ભારતીય રીતિ રિવાજાથી થશે. દિપીકા અને રણવીરનું ટ્યૂનિંગ હંમેશા સ્પેશલ રિલેશનશીપનું સાક્ષી રહ્યું છે. દીપવીરના નામથી ફેન્સમાં મશહૂર કપલે સાથે ઘણી ફિલ્મો કરી છે. જેમાં ગોલિયો કી રાસલીલાઃ રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત સામેલ છે. ઈટાલીમાં લગ્ન બાદ બેંગલુરૂ અને મુંબઈમાં એક ગ્રાન્ડ રીસેપ્શન આયોજિત કરવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





