કોસંબા નજીક ની નાકોડા ફેકટરી માં ભંગરિયાઓ એ મચાવી કથિત લૂટ!?

0
1721

પ્રાપ્ત મળતી અંતરંગ માહિતી મુજબ કોસંબા નજીક આવેલા હથુરન ગામ ની સીમમાં આવેલ નાકોડા ફેકટરી છેલ્લા ઘણા સમય થી બંધ છે કહેવાય છે કે કરોડો ના ખર્ચે બનેલ આ ફેકટરી માં કદાચ બેન્કોની લોન પણ બાકી હોય શકે?જે નાણા પ્રજાના ના કહેવાય આમ ફેકટરી ના રોકાણ માં ગર્ભિત રોકાણ આ દેશ ના નાગરિક નું કહેવાય પણ ફેકટરી બંધ જોઈ કહેવાય છે કે ભંગરિયાઓ ની દાઢ સળવળી છે

પ્રાપ્ત વિગત મુજબ સ્થાનિક કોસંબા પોલીસ ની કોઈ ફૂટલી કારતુસ કથિત અશોક દ્વારા ભંગયારિયાઓ ના મેલાપીપણા માં રોજ ભંગાર ની મોટાપાયે ચોરીઓ થઈ રહી છે

કહેવાય છે કે અંકલેશ્વર નજીક ના અંસાર માર્કેટ ના બે પરપ્રાંતીય ભંગારીઓ અને એક ગુજરાતી ભંગારીઓ તેમજ સુરત ના કિમ ચોકડી નો મારવાડી ભંગારીયો રાતના અંધારામાં ફેકટરી ની મોંઘીદાટ મશીનરી ને ભંગાર બનાવી પોતે માલામાલ બની રહયા છે.

કહેવાય છે કોસંબા પોલીસ, અંકલેશ્વર રૂરલ પોલીસ સહિત જિલ્લાઓ ની ચાર્ટર કામગીરી કરતી પોલીસ અજાણ હોવાની વાત ગળે ઉતરે તેમ નથી તો રાત્રે હાઇવે પર પેટ્રોલીગ કરતી પોલીસ ધૂતરાષ્ટ્ર ની ભૂમિકા ભજવતી હોવાનું હથુંરણ ગામના જુવાનિયા માં લોકચર્ચા ઉઠી છે !?
ત્યારે જોવું રહ્યું કે સુરત રેન્જ આઈજીપી અને ભરૂચ ના બાહોશ જિલ્લા પોલીસ અધિક્ષક આ બાબતે તાત્કાલિક પગલા ભરશે કે હથુરણ ની નાકોડા ફેકટરી પર ભંગરિયાઓ ના હથોડા ચાલુ રહેશે જ્યાં સુધી ભંગાર મળશે!?

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY