ન્યુ દિલ્હી,તા.૧૭
પાંચ રાજ્યોમાં થનાર વિધાનસભાની ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસની વચ્ચે ઉગ્ર વિવાદોનો મારો શરૂ થઇ ગયો છે. વડાપ્રધાન મોદીએ એક પરિવારને અન્ય કોઇ પણ પાર્ટીને અધ્યક્ષ બનવાની ચેલેન્જ પર કોંગ્રેસ તરફથી પી. ચિદંબરમે આકરા પ્રહારો કરીને જવાબ આપ્યો છે.
શુક્રવારે છત્તીસગઢના અંબિકાપુરમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, હું તો દરરોજ પોતાના ચાર વર્ષોનો હિસાબ આપું છું. કોંગ્રેસવાળા અત્યાર સુધી આંસુ વહાવે છે કે ચાવાળો દેશનો વડાપ્રધાન કેવી રીતે બની ગયો. જ્યાં સુધી તમે લોકતંત્રને નહીં સમજા ત્યાં સુધી ચાવાળાને ગાળો આપતા રહેશો. આ લોકો કહી રહ્યા છે કે નેહરૂના કારણે ચાવાળો વડાપ્રધાન બન્યો, તો એકવાર ૫ વર્ષ માટે પોતાના પરિવાર વગર કોઇ પાર્ટીના અધ્યક્ષ બનીને દેખાડો.’
મોદીએ ગાંધી-નેહરૂ પરિવાર સિવાય કોઇ બીજા પરિવારના સભ્યને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની ચેલેન્જ પર પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમે શનિવારે એક પછી એક ટિવટ કરીને પોતાનો જારદાર જવાબ રજૂ કર્યો હતો. તેમણે ૧૫ નામ ગણાવ્યા જે કોંગ્રેસ અધ્યક્ષ બન્યા અને ગાંધી પરિવારના બહારના હતા.
ચિદંબરમે પોતાની ટિવટમાં વડાપ્રધાન મોદીની યાદાસ્ત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ૧૯૪૭માં આઝાદી પછીથી કોંગ્રેસમાં ૧૫ એવા અધ્યક્ષ બન્યા જે ગાંધી પરિવારના નહોતા.
તેમણે આઝાદી પછીથી ગેર ગાંધી પરિવારથી કોંગ્રેસના અધ્યક્ષ બનનાર લોકોના નામ ગણાવ્યા હતા. જેમાં આચાર્ય જેબી કૃપલાણી, પટ્ટાભિ સિતારમૈયા, પુરુષોત્તમ દાસ ટંડન, યૂએન ધેબર, નીલમ સંજીવ રેડ્ડી, સંજીવૈહા, કામરાજ, એલ નિજલિંગપ્પા, સી સુબ્રમણિયમ, જનજીવન રામ, શંકર દયાલ શર્મા, ડીકે બરૂઆ, બ્રહ્માનંદ રેડ્ડી, પીવી નપસિમ્હા રાવ અને સીતારામ કેસરી જેવા લોકોનો સમાવેશ થાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



