રાજપીપલા: ગતરોજ સોમવારે વડોદરા ખાતે નવી કોર્ટ ની અંદર કાર્યવાહી શરુ થતા વકીલો માટે બેસવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી આ માટે રજુઆત કરતા કોર્ટ પ્રિમાઇસિસ ની અંદર પોલીસ બોલાવી ત્યારે ત્યાં મોટી સંખ્યા માં પોલીસ આવી ગયા બાદ વકીલો ઉપર બેરહેમીપૂર્વક રીતે લાઠીચાર્જ કરેલ જેમાં કેટલાક વકીલો ગંભીર રીતે ઘાયલ થયા હતા ત્યારે આ કૃત્ય વખોડવા લાયક કહેવાય જેથી નર્મદા બાર એસોસિયેશનના પ્રમુખ વંદનાબેન ભટ્ટ આ બાબતેની ગંભીર નોંધ લઈ લાગતા વળગતા પોલીસ અધિકારીઓ સામે સખત પગલાં લેવાની માંગ સાથે આજે કોર્ટ કાર્યવાહી થી દૂર રહી ન્યાય ની માંગ કરી હતી તેમ વંદનાબેન ભટ્ટે જણાવ્યું હતું .
રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"









